યુપી, એમપી, છત્તીસગઢ, કેરળ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

નવી દિલ્હી, ભારતીય હવામાન વિભાગ એ ૬ ઓક્ટોબર સુધીના પોતાના પૂર્વાનુમાનમાં ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, કેરળ અને મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં ભારે વર્ષાની આગાહી કરી છે. આઈએમડીના રિપોર્ટ મુજબ આ દરમિયાન વીજળી પડવાની સાથે ધૂળ ડમરી ઉઠે તેવી પણ શક્યતા છે.
ઉપ હિમાલયી પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા અને સિક્કિમમાં ૨-૬ ઓક્ટોબર સુધીમાં હળવાથી મધ્યમ સ્તરનો વરસાદ પડશે. આઈએમડી દ્વારા કરાયેલા પૂર્વાનુમાનમાં આંદમાન નિકોબાર દ્વિપ સમૂહાં ૪ અને ૫ ઓક્ટોબરે ભારે વરસાદ પડશે. બીજી બાજુ ગુજરાત માટે શું આગાહી કરવામાં આવી છે તે ખાસ જાણો.
આ બધા વચ્ચે ૩ ઓક્ટોબર એટલે કે આજે બિહારમાં અલગ અલગ સ્થળો પર ભારે વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે ઉપ હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં આજે ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત પૂર્વોત્તર ભારત, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને અરુણાચલ પ્રદેશમાં ૨-૫ ઓક્ટોબર સુધીમાં ભારે વરસાદની શક્યતા છે.
આઈએમડીએ આ સમયગાળા દરમિયાન મધ્ય ભારતમાં વીજળી ચમકવાની સાથે ગાજવીજ સાથે ઝાપટા પડવાની શક્યતા વ્યક્ત કરી છે. છત્તીસગઢ અને પૂર્વ મધ્ય પ્રદેશમાં મધ્યમ વરસાદની શક્યતા છે. આ દરમિયાન વીજળી પડવાની સાથે આંધીની સંભાવના છે.
સ્કાઈમેટ વેધરના જણાવ્યાં મુજબ બિહાર, ઝારખંડ, પૂર્વ યુપી, ઉત્તર છત્તીસગઢ, ઓડિશા, ઉપ હિમાલયી, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, પશ્ચિમ અસમ અને મેઘાલયમાં હળવાથી મધ્યમ સ્તરનો વરસાદ કેટલેક ઠેકાણે વરસી શકે છે.
પૂર્વોત્તર ભારત, આંદમાન અને નિકોબાર ટાપુઓ, દક્ષિણ ઓડિશા, દક્ષિણ છત્તીસગઢ, તેલંગણા, ઉત્તર તટીય આંધ્ર પ્રદેશ, પૂર્વ યુપી અને વિદર્ભના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ સ્તરના વરસાદની શક્યતા છે. પશ્ચિમી હિમાલય, યુપીના કેટલાક ભાગો, દક્ષિણ કોંકણ અને ગોવા, કર્ણાટકના કાંઠા વિસ્તારો, લક્ષદ્વિપ, દક્ષિણ આંતરિક કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુમાં એક બે સ્થળે વરસાદની વકી છે.SS1MS