એશિયન ગેમ્સની ક્વાર્ટર ફાઇનલ મેચમાં યશસ્વી જયસ્વાલની તોફાની બેટિંગ
નવી દિલ્હી, એશિયન ગેમ્સ ૨૦૨૩માં ભારત અને નેપાળ ક્રિકેટ ટીમો વચ્ચે રમાઈ રહેલી ક્વાર્ટર ફાઈનલ મેચમાં ડાબોડી ભારતીય બેટ્સમેન યશસ્વી જયસ્વાલે સદી ફટકારી છે. જયસ્વાલે તેની સદી (૧૦૦) ૪૮ બોલમાં પૂરી કરી હતી. તેની સદીમાં ૮ ચોગ્ગા અને ૭ છગ્ગાનો સમાવેશ થાય છે.
ટી-૨૦ ઈન્ટરનેશનલમાં જયસ્વાલની આ પ્રથમ સદી છે. ભારતીય બેટ્સમેનોએ મેચની શરૂઆતથી જ આક્રમક શૈલી અપનાવી હતી. તે ૪૯ બોલમાં ૧૦૦ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ સાથે ઓપનિંગ કરવા આવેલા જયસ્વાલે શાનદાર બેટિંગ કરી હતી. આ પહેલા તેણે T૨૦ ઈન્ટરનેશનલમાં એક ૧ અડધી સદી ફટકારી છે. ૨૦૨૩માં રમાયેલી આઇપીએલમાં પણ જયસ્વાલે સદી ફટકારી હતી. તેણે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. T૨૦ સિવાય તેણે ટેસ્ટમાં પણ સદી ફટકારી છે.
જયસ્વાલ IPLન્માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમે છે. ૨૦૨૩ની સીઝનમાં તેણે ૧૪ મેચની ૧૪ ઇનિંગ્સમાં ૪૮.૦૮ની એવરેજ અને ૧૬૩.૬૧ની સ્ટ્રાઇક રેટથી ૬૨૫ રન બનાવ્યા હતા. તેની આઇપીએલ કારકિર્દી વિશે વાત કરીએ તો, તેણે અત્યાર સુધીમાં ૩૭ આઇપીએલ મેચ રમી છે. આ મેચોની ૩૭ ઇનિંગ્સમાં બેટિંગ કરીને તેણે ૩૨.૫૬ની એવરેજ અને ૧૪૮.૭૩ની સ્ટ્રાઇક રેટથી ૧૧૭૨ રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે ૧ સદી અને ૮ અડધી સદી ફટકારી છે.
૨૧ વર્ષીય જયસ્વાલે ટેસ્ટ ક્રિકેટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું અને પહેલી જ સીરિઝમાં સદી ફટકારી હતી. તેણે અત્યાર સુધીમાં ૨ ટેસ્ટ રમી છે. ટેસ્ટની ૩ ઇનિંગ્સમાં તેણે ૮૮.૬૭ની એવરેજથી ૨૬૬ રન બનાવ્યા હતા. આ સિવાય ૬ ટી-૨૦ ઈન્ટરનેશનલ મેચમાં જયસ્વાલે ૪૬.૪૦ની એવરેજ અને ૧૬૫.૭૧ના સ્ટ્રાઈક રેટથી ૨૩૨ રન બનાવ્યા, જેમાં ૧ સદી અને ૧ અડધી સદી સામેલ છે.SS1MS