Western Times News

Gujarati News

સ્વરાએ સેરેમનીમાં પરિવાર સાથે મળીને ગાયું લોકગીત

મુંબઈ, સ્વરા ભાસ્કરે તાજેતરમાં દીકરી રાબિયાની છઠ્ઠી સેલિબ્રેટ કરી હતી. આ પ્રસંગે સ્વરાએ તેમના ઘરે ગેટ ટુ ગેધરનું આયોજન કર્યું હતું. અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા પર આ પ્રસંગનો એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તે ઉત્તર પ્રદેશ અને બિહારના પ્રખ્યાત લોકગીત ગાતી જાેવા મળી રહી છે. વીડિયોમાં સ્વરા અને તેના પરિવારના સભ્યો પણ જાેવા મળી રહ્યા છે.

સોમવારે આ ખાસ પ્રસંગનો વીડિયો શેર કરતી વખતે સ્વરાએ ખૂબ જ ભાવુક કેપ્શન શેર લખ્યું હતું. એક્ટ્રેસે લખ્યું- ‘અમારા લગ્ન પછીથી અમે અમારી વચ્ચે સમાન પ્રથા શોધી રહ્યા છીએ, જે ઉત્તર ભારતમાં હિંદુ અને મુસ્લિમ બંને શેર કરે છે. આ મારી માન્યતાને મજબૂત કરે છે કે ભલે દુનિયામાં વિવિધ પ્રકારના લોકો રહે છે, પ્રેમ અને ખુશી એક સામાન્ય ભાષા શોધે છે.

સ્વરાએ વધુમાં લખ્યું – ‘છઠ્ઠી અથવા બાળકના જન્મનો છઠ્ઠો દિવસ સમગ્ર યુપી બિહારમાં ઉજવવામાં આવે છે, જ્યાં માતા અને બાળકને પીળાના રંગના કપડાં પહેરાવવામાં આવે છે અને માસી અથવા ફોઈ બાળક, તેની માતા અને પિતાને કાજલ લગાવે છે. જેથી બાળકો અને પરિવારને ખરાબ નજરથી બચાવી શકાય.

વીડિયોમાં ગાયેલા લોક ગીત વિશે વાત કરતાં સ્વરાએ લખ્યું- હું એક લોકપ્રિય સોહર ગાઈ રહી છું, જે મોટાભાગે છોકરાના જન્મની ઉજવણી માટે ગવાય છે, પરંતુ મેં તેમને મારી દીકરી માટે તૈયાર કર્યું છે. જાે કે સોહર બાળકની માતા દ્વારા ગાયું નથી, તે બહેનો અને પરિવારની અન્ય મહિલાઓ દ્વારા ગાયું છે. પણ ઢોલક જાેયા પછી મને લાગ્યું કે આ લોકગીત ગાવું જાેઈએ.

સ્વરા તથા ફહાદે ૬ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ ડોક્યુમેન્ટ્‌સ સબમિટ કર્યા હતા. ૮ જાન્યુઆરીએ સ્વરાએ એક તસવીર શૅર કરી હતી. આ તસવીરમાં સ્વરાએ પોતાનું માથું મિસ્ટ્રી મેનના હાથ પર મૂક્યું હતું અને બંને પલંગ પર હતાં. જાેકે, તસવીરમાં કોઈનો ચહેરો સ્પષ્ટ રીતે જાેઈ શકાતો નહોતો.

સ્વરાએ તસવીર શૅર કરીને કહ્યું હતું કે આ કદાચ પ્રેમ હોઈ શકે છે. હિમાંશુ શર્મા સાથે સંબંધો હતા સ્વરા બોલિવૂડ રાઇટર હિમાશું શર્માને ડેટ કરતી હતી. જાેકે, ૨૦૧૯માં બંને અલગ થઈ ગયાં હતાં. હિમાશુંએ ૨૦૨૧માં રાઇટર કનિકા ધિલ્લોન સાથે લગ્ન કર્યાં હતાં. કોણ છે ફહાદ અહમદ? ૨ ફેબ્રુઆરી, ૧૯૯૨માં ઉત્તરપ્રદેશના બહેરીમાં જન્મેલા ફહાદના પિતાનું નામ ઝિરાર અહમદ છે. ફહાદે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી લીધી છે. SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.