Western Times News

Gujarati News

ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની ટ્રોફી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રદર્શન માટે મુકવામાં આવી

અમદાવાદ, પ્રતિષ્ઠિત ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની ટ્રોફી ક્રિકેટ વિશ્વનું શ્રેષ્ઠતા અને એકતાનું પ્રતીક છે અને એકતા નગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ સમગ્ર વિશ્વને ભારતની એકતા અને પ્રતિબદ્ધતાનું પ્રતીક છે

ત્યારે આ ટ્રોફી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રદર્શન માટે મુકવામાં આવી છે. ટ્રોફીના વૈશ્વિક પ્રવાસના ભાગરૂપે એકતાનગરની પણ ઐતિહાસિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું છે.આ ટ્રોફીને અવકાશની સાથે ૧૮ દેશોના પ્રસિદ્ધ સ્થાનોની મુસાફરી કરાવવામાં આવી છે.

આજે, ક્રિકેટ પ્રેમીઓ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુલાકાતીઓને આ ટ્રોફીને નજીકથી નિહાળવાની દુર્લભ તક મળી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ટ્રોફીની મુલાકાત ક્રિકેટની લોકપ્રિયતા અને વિશ્વભરના લોકોને એક કરવાની તેની ક્ષમતા બતાવે છે.

ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની ટ્રોફીએ આ વર્ષની શરૂઆત થી જ તેની અદભૂત સફર શરૂ કરી છે. પૃથ્વીથી ૧,૨૦,૦૦૦ ફૂટની ઉંચાઈ પર આવેલ સ્ટ્રેટોસ્ફિયર સુઘી પહોંચી હતી,

આ રોમાચક સફરે અખબારો અને ટી.વી ચેનલ્સની  હેડલાઇન્સ બનાવી હતી. ટ્રોફીની રોમાંચક અને ઐતિહાસિક સફર દરમિયાન તેને વિશ્વભરમાં વિવિધ પ્રસિદ્ધ સ્થળોએ લઈ જવામાં આવી છે, જે તેને એકતા અને રમતગમતની શ્રેષ્ઠતાનું પ્રતીક બનાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.