અમદાવાદના રીક્ષાચાલકો હડતાળ પર ઉતર્યા, લાખો મુસાફરો અટવાશે
અમદાવાદ, અમદાવાદમાં રીક્ષામાં મુસાફરી કરતા મુસાફરોની હાલત આજથી ત્રણ દિવસ માટે કફોડી બનવાની છે. કારણ કે, અમદાવાદના રીક્ષાચાલકો આજથી ત્રણ દિવસ હડતાળ પર ઉતર્યાં છે. શહેરમાં ઓનલાઈન એપ્લિકેશન મારફતે ટુ-વ્હીલર સવારીનું વધતું ચલણ. ઓનલાઈન એપથી ટુ-વ્હીલરની મુસાફરી વધતા રીક્ષાચાલકો રોષે ભરાયા છે. તેમની આવક પર અસર થઈ રહી છે. આ કારણે રીક્ષાચાલકો આજથી ત્રણ દિવસ રીક્ષા નહિ દોડાવે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયને આજથી ત્રણ દિવસ એટલે કે ૩ ઓક્ટોબરથી પાંચ ઓક્ટોબર સુધી રિક્ષા સ્વયંભૂ બંધનું એલાન કર્યું છે. સાથે જ યુનિયન દ્વારા ચીમકી અપાઈ કે જાે તેમની માંગ પૂરી કરવામાં નહિ આવે તો રીક્ષાચાલકો ભૂખ હડતાળ પર પણ ઉતરી શકે છે.
અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી ઓનલાઈન એપ્લિકેશન મારફતે ટુ વ્હીલર પર મુસાફરી અમદાવાદ શહેરમાં વધી રહી છે. જે ગેરકાયદેસર હોવાથી અમે ઘણીવાર સરકારને આને બંધ કરાવવા અમારી રજૂઆત છે, છતાં સરકાર દ્વારા કોઈ પગલા ભરવામાં આવ્યા નથી. આ ઓનલાઈન મુસાફરીને કારણે અમારા ખિસ્સા પર અસર પડી રહી છે. અમારી રોજીરોટી છીનવાઈ રહી છે. તેથી ઓનલાઈન એપથી ટુ વ્હીલરની મુસાફરી બંધ કરાવવામાં આવે. જાે અમારી માંગણી પૂરી નહિ થાય તો અમે ભૂખ હડતાળ પર પણ ઉતરીશુ.SS1MS