વર્લ્ડકપમાં આ પાંચ બેટ્સમેન પર રહેશે દુનિયાની નજર
નવી દિલ્હી, ક્રિકેટનો સૌથી મોટો મહાકુંભ એટલે કે વિશ્વકપ દેશમાં ૫મી ઓક્ટોબર એટલે કે આવતીકાલે (ગુરુવાર)થી રમાશે. ટુર્નામેન્ટની પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ વર્લ્ડ કપમાં કેટલાક એવા બેટ્સમેન છે જેમના પ્રદર્શન પર આખી દુનિયાની નજર રહેશે. ભારતીય ક્રિકેટના સૌથી મોટા સ્ટાર વિરાટ કોહલીએ ૨૦૨૩ના એશિયા કપમાં પોતાના ફોર્મનો પુરાવો આપ્યો છે. પાકિસ્તાન સામે વિરાટની સદી વર્ષો સુધી યાદ રહેશે.
૩૪ વર્ષના વિરાટ કોહલી માટે આ છેલ્લો વર્લ્ડ કપ પણ હોઈ શકે છે. વિરાટ વર્લ્ડ કપમાં સદી ફટકારનાર સૌથી યુવા ભારતીય છે. કિંગ કોહલીએ ૨૦૧૧માં આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે વર્લ્ડકપની શરૂઆત પહેલા પ્રેક્ટિસ મેચમાં ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે પોતાની સ્ટાઈલ બતાવી છે.
જાે કે બાબર પહેલીવાર ભારત આવ્યો છે. આવી સ્થિતિમાં દરેક તેની બેટિંગ જાેવા માંગતા હતા. બાબર જે ફોર્મમાં છે તેને જાેઈને બધા કહી રહ્યા છે કે તે વર્લ્ડ કપમાં સરળતાથી ત્રણથી ચાર સદી ફટકારી શકે છે.
ગત વર્લ્ડ કપનો હીરો રોહિત શર્મા આ વખતે પણ અજાયબી કરી શકે છે. ઈંગ્લેન્ડમાં રમાયેલા ૨૦૧૯ વર્લ્ડ કપમાં રોહિતે પાંચ સદી ફટકારીને આખી દુનિયાને ચોંકાવી દીધી હતી. રોહિતે વર્લ્ડ કપ પહેલા જ સ્પષ્ટ કરી દીધું છે કે તે આક્રમક બેટિંગ કરશે. આવી સ્થિતિમાં તેની બેટિંગ જાેવા માટે દરેક લોકો ઉત્સાહિત છે.
ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન અને સિનિયર બેટ્સમેન સ્ટીવ સ્મિથ માટે પણ આ છેલ્લો વર્લ્ડ કપ હોઈ શકે છે. તે આ વર્લ્ડ કપમાં ત્રીજા નંબરે બેટિંગ કરશે. છેલ્લા બે વર્લ્ડ કપમાં સ્મિથ ટીમની બેટિંગમાં મહત્વની કડી સાબિત થયો છે. જાેકે, આ વખતે ભારતમાં વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે, તેથી ટીમને સ્મિથની વધુ જરૂર છે.
સ્મિથ ભારતીય પીચો પર સરળતાથી રન બનાવવામાં પણ માહિર છે. તે ઝડપી બોલરોની સાથે સ્પિનરોને પણ આસાનીથી રમે છે. દરેકની નજર વર્લ્ડ કપમાં સ્મિથના પ્રદર્શન પર ટકેલી છે. ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે ૨૦૨૩ વન-ડે વર્લ્ડ કપ માટે નિવૃત્તિ પાછી ખેંચી છે. સ્ટોક્સ આ વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ માટે ચોથા નંબર પર પણ બેટિંગ કરી શકે છે. તે ભારતીય પીચો પર સારી રીતે રમી શકે છે. તે ઘણો અનુભવી પણ છે.SS1MS