માથામાં જામી ગયેલા કફ તેમજ માથાના ભારે દુખાવાનો ઈલાજ શક્ય છે

વિવિધ રોગોમાં માલકાંગનીનો ઉપયોગ.
માલકાંગનીને ચરક સંહિતામાં માથામાં જામી ગયેલા કફ તેમજ માથાના ભારે દુખાવા, વાઈ તેમજ ઉન્માદના ઉપચાર માટે પ્રયોગ કરવામાં આવે છે.
સુશ્રુત સંહિતામાં જ્યોતિષમતિ તેલને માથાના કફ તેમજ માથાના દુખાવા અને વાઈની સાથે રક્તપિત્તના ઉપચારમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે. માલકાંગની જેને બીજા શબ્દોમાં જ્યેતિષમિતિ પણ કહેવામાં આવે છે તેનો ઉપયોગ મગજને રોકેટ જેવું તેજ બનાવવા, નબળાઈ દૂર કરવા,
બળ વધારવા, પુરુષોના રોગમાં, રક્તપિતમાં, વાઈ જેવા રોગોમાં કરવામાં આવે છે. માલકાંગનીના ફૂલ પીળા તેમજ લીલા રંગના હોય છે. અને તેનો સ્વાદ કડવો અને તીખો હોય છે. માલકાંગની ગરમ તાસીરની હોય છે. તેના બીજનું વધુ પડતું સેવન કરવાથી ઉલટી કે જાડા થઈ શકે છે. માલકાંગનીનું સેવન ગરમ પ્રકૃતિના વ્યક્તિએ કરવું જોઈએ નહીં.

સંધિવા, 20 ગ્રામ માલકાંગનીના બીજ અને 10 ગ્રામ અજમાને વાટી તેને ચાળી લેવું. આ ચૂરણને રોજ 1 ગ્રામ લઈ સવાર સાંજ ખાવાથી સંધિવાના રોગમાં આરામ મળે છે. 10-10 ગ્રામ માલકાંગની, કાળુ જીરુ, અજમા, મેથી અને તલ લઈ વાટી લેવું તેને તેલમાં રાંધી લેવું, ત્યર બાદ તેને ચાળી લેવું. અને આ તેલથી થોડા દિવસ માલિશ કરવું. તેનાથી સંધિવાની પીડામાં રાહત મળે છે.
અંદર તરફ નખ વધવા, જ્યોતિષ્મતીના બીજને સારી રીતે વાટી તેનો લેપ નખ પર લગાવવાથી નખની બળતરામાં રાહત થશે. નખ પર થયેલા ઘા જ્યોતિષમિતિના બીજને વાટી નખ પર તેનો લેપ કરવાથી નખ પરના ઘા ઠીક થઈ જાય છે. અફીણની આદત છોડાવવા માટે એક ચમચી માલકાંગનીના પાંદડાનો રસ પાણીસાથે દિવસમાં 3 વાર દર્દીને પીવડાવવાથી અફીણની ખરાબ આદત છૂટી જાય છે.
બેરી-બેરીને ઉપચાર 1 પતાશામાં માલકાંગનીના બીજને પાણીમાં વાટી તેની પેસ્ટ બનાવી મસા પર લગાવતા રહેવાથી લોહી વહેવું બંધ થઈ જાય છે. બેરી-બેરી રોગની શરૂઆતમાં જ્યતિષમિતી તેલના 10-15 ટીપાં, દૂધ કે મલાઈ સાથે મિક્સ કરી સવાર-સાંજ પીવાથી આ રોગ દૂર થાય છે.
માલકાંગનીના બીજને સૂંઠની સાથે ખાવાથી લાભ થાય છે. શરૂઆતમાં 1 બીજ અને ત્યાર બાદ દિવસે દિવસે 1-1 બીજ વધારતા જઈ 50 દિવસ સુધી આ પ્રયોગ સૂંઠ સાથે કરવો. ત્યાર બાદ 50માં દિવસે 1-1 બીજ ઓછા કરી 1 બીજ પર પહોંચવું. જ્યોતિષમતીને ખાવાથી પેશાબનું પ્રમાણ વધી જાય છે
પછી ધીમે ધીમે સોજો પણ ઓછો થતો જાય છે. ધીમે ધીમે સંવેદનશીલતા પાછી આવે છે અને શરીરની નસો સ્વસ્થ થઈ જાય છે. વિશેષ સૂચના માલકાંગલી ગરમ પ્રકૃતિની હોવાથી તેનું સેવન કરતી વખતે તેની સાથે ઘી અને દૂધનો ખુબ ઉપયોગ કરવો જોઈએ.
વિવિધ ભાષાઓમાં માલકાંગનીના નામ હિંદી – માલકાંગની માલકાંગનીના સેવનનું પ્રમાણ માલકાંગનીના બીજનું ચૂર્ણ 1થી 2 ગ્રામ અને તેનો રસ 5થી 15 ટીપાં લઈ શકાય છે. માલકાંગનીના ગુણ માલકાંગની લકવો, સંધિવા, વાના રોગ, બેરી-બારી, ઉધરસ, દમની બિમારી, મૂત્ર રોગ, અપચો, ખજવાળ, હરસમસા, નપુંસકતા, ખરજવું, વ્રણ, સફેદ ડાઘા, સોજા, યાદશક્તિ ઓછી હોવી આ બધી જ તકલીફોમાં ગુણકારી છે. માલકાંગની અફીણ ખાવાની આદતને છોડાવવાની એક ઉત્તમ દવા છે.
માલકાંગનીનું તેલ પાંસળીઓની પીડા, લકવો, સાંધાના દુખાવા (સંધિવા), સ્નાયુ (નર્વસ સિસ્ટમ)ના રોગમાં લાભપ્રદ રહે છે. માલકાંગની યાદશક્તિને તિવ્ર બનાવે છે. વિવિધ રોગોમાં માલકાંગનીનો ઉપયોગ :- સફેદ ડાઘમાં માલકાંગની (કોઢ) માલકાંગની અને બાવચીના તેલને એક સરખા પ્રમાણમાં લઈ એક બોટલમાં ભરી લેવું,
તેનાથી સફેદ ડ઼ાઘ પર રોજ સવાર-સાંજ માલિશ કરવાથી લાભ થાય છે. દાદર (રીંગવોર્મ) માલકાંગનીને મરીના પાવડર સાથે મિક્સ કરી દાદર પર માલિશ કરવાથી કેટલાક દિવસમાં દાદર ઠીક થઈ જાય છે. એક્ઝિમા – ખરજવુ માલકાંગનીના પાંદડાને કાળા મરી સાથે વાટી તેનો લેપ એક્ઝિમા પર લગાવવાથી તે મટી જાય છે.
માલકાંગનીના બીજને ગૌમુત્રમાં પીસી ખજવાળ વાળા અંગ પર નિયમિત લગાવવાથી ખજવાળ મટે છે. લોહીયાળ હરસમસામાં ઉપયોગ જ્યોતિષમતિના બીજને ગૌમૂત્રમાં વાટી ખજવાળ વાળી જગ્યાએ નિયમિત લગાવવાથી હરસમસામાં રાહત મળે છે.
દમ-શ્વાસ, માલકાંગનીના બીજ અને નાની ઇલાઈચીને સરખા પ્રમાણમાં વાટી અરધી ચમચી લઈ તેમાં મધ ભેળવી સવાર-સાંજ ખાવાથી દમની તકલીફમાં રાહત મળે છે. પણ આ રોગમાં વધારે સાવચેતી રાખવાની જરૂર છે માટે વૈદની સલાહ લેવી આનિવાર્ય છે.
બુદ્ધિ તેમજ યાદશક્તિ વધારવા માટે માલકાંગનીના બીજ, બચ (એકોરસ), દેવદાર અને અતિવખાણીની કળી વિગેરેનું મિશ્રણ બનાવી લેવું. રોજ સવાર-સાંજ એક ચમચી ઘી સાથે પીવાથી મગજ તેજ અને સ્ફૂર્તિલું બને છે. માલકાંગની તેલના 5-10 ટીપાં માખણ સાથે લેવાથી પણ લાભ થાય છે.
મગજમાં પડી જતાં કીડા, પ્રથમ દિવસે માલકાંગનીનું એક બી, બીજા દિવસે 2 બીજ ત્રીજા દિવસે 3 બીજ આ રીતે 21 દિવસ સુધી બીજ વધારતા જવાનું અને પછી તે જ રીતે ઘટાડતા જવાનું. તેના બીજને ગળી જઈ તેના પર દૂધ પી જવાથી મગજની નબળાઈ દૂર થઈ જાય છે. લગભગ 3 ગ્રામ માલકાંગનીના ચૂરણને સવારે અને સાંજે દૂધની સાથે ખાવાથી યાદશક્તિ વધે છે.
માથામાં દુઃખાવો માલકાંગનીનું તેલ અને બદામનું તેલ બન્નેના 2-2 ટીપાં સવારે ખાલી પેટે એક પતાશામાં નાખી ખાઈ લેવું અને તેના પર એક કપ દૂધ પી જવું. માલકાંગનીનું નિયમિતસેવન કરવાથી જુનો માથાનો દુઃખાવો અને માઇગ્રેનમાં પણ આરામ મળે છે. વાઈ માલકાંગલીના તેલમાં કસ્તૂરી ભેળવી દર્દીને ચટાડવાથી વાઈના હૂમલા આવવાના બંધ થઈ જશે.
અનિંદ્રા, માલકાંગલીના બીજ, સર્પગંધા, જટામાંસી અને સાકરને સરખા પ્રમાણમાં મિક્સ કરી વાટી લેવાં. તેની એક ચમચી રોજ મધ સાથે ખાવાથી અનિંદ્રામાં રાહત મળે છે. નેત્ર જ્યોતિ વધારે છે.માલકાંગનીના તેલની માલિશ પગના તળિયે રોજ કરવાથી આંખની જ્યોતિ વધે છે.
જીભ અને ચામડીની અચેતનતા ,માલકાંગની (જ્યોતિષમતી)ના બીજ પહેલા દિવસે 1 અને બીજા દિવસે રોજ 1-1 વધારતા 50માં દિવસે 50 બીજ ખાવા તેમ જ આ રીતે 1-1 બીજ ઓછા કરતા 1 બીજના પ્રમાણે પહેંચો ત્યાં સુધી ખાવા. આ પ્રયોગથી પેશાબનું પ્રમાણ વધી જશે પણ તેમાં કોઈ પણ પ્રકારનું નુકસાન નથી થતું અને ત્વચાની અચેતનતા ઠીક થાય છે.
શરીર નિશ્ચેષ્ટ થઈ જવુ, 10-15 ટીપાં માલકાંગનીના તેલનું સેવન કરવાથી શરીરની નિશ્ચેષ્ટતા દૂર થાય છે.,જાંઘ નિશ્ચેષ્ટ થઈ જવી, 10-15 માલકાંગનીના તેલના ટીપાંનું સેવન કરવાથી શરીરની કોઈપણ જાતની અચેતનતા દૂર થઈ જાય છે અને તે હાડકામાં થયેલા પરુને નષ્ટ કરી દે છે.
નપુંસકતાનો ઉપચાર . માલકાંગની, માલકાંગનીના તેલના 10 ટીપાં નાગરવેલના પાન પર લગાવી ખાવાથી નપુંસકતા દૂર થઈ જાય છે. તેના સેવન સાથે ઘી-દૂધનો ઉપયોગ વધારે કરવો. માલકાંગનીના તેલને નાગરવેલના પાન પર લગાવી રાત્રે શિશ્ન (લિંગ) પર લપેટી સુઈ જવું અને 2 ગ્રામ બીજને દૂધની ખીર સાથે સવાર-સાંજ ખાવાથી નપુંસકતામાં લાભ થાય છે. 50 ગ્રામ માલકાંગનીના દાણા અને 25 ગ્રામ સાકરને પ00 ગ્રામ દૂધમાં નાખી ઉકાળવું, જ્યારે દૂધનો માવો બની જાય ત્યારે તેને ઉતારી તેની મોટી મોટી ગોળી બનવી સ્ટોર કરી લેવી. રોજ 1-1 ગોળી સવાર-સાંજ ગાયના દૂધની સાથે ખાઓ.
તેનાથી નપુંસકતા દૂર થાય છે. માલકાંગનીના બીજને ખીરમાં મિક્સ કરી ખાવાથી નપુંસકતા દૂર થાય છે. પુરુષ ગુપ્તાંગની વૃદ્ધિ શેકેલા ટંકણખારને વાટી માલકાંગલીના તેલમાં મિક્સ કરવાથી લિંગનું કડકપણું અને જાડાઈ વધે છે. વિર્ય રોગ અને ટીબી 40 ગ્રામ માલકાંગનીનું તેલ, 80 ગ્રામ ઘી તેમજ 120 ગ્રામ મધ મિક્સ કરી કાચના વાસણમાં મુકી દેવું. સવાર-સાંજ 6 ગ્રામ આ દવા ખાવાથી નપુંસકતા અને ટી.બીના રોગમાં લાભ થાય છે.
નબળાઈનો ઉપચાર માલકાંગની. માલકાંગનીના બીજને દબાવી નિકાળવામાં આવેલું તેલ, 2 થી 10 ટીપાં માખણ કે દૂધમાં ભેળવી સવાર સાંજ ખાવાથી મગજ તેજ બને છે અને નબળાઈ દૂર થાય છે. માલકાંગનીના બીજને ગાયના ઘીમાં શેકી લેવા. પછી તેમાં તેના જ જેટલા પ્રમાણમાં સાકર મિક્સ કરી સવાર-સાંજ એક કપ દૂધ સાથે સેવન કરવું. તેનાથી શરીરની નબળાઈ દૂર થાય છે.
માલકાંગની શરીરને બળવાન અને શક્તિશાળી બનાવે છે. લગભગ 250 ગ્રામ માલકાંગનીને ગાયના ઘીમાં શેકી, તેમાં 250 ગ્રામ સાકર મેળવી ચૂર્ણ બનાવી લેવું. હવે આ ચૂર્ણને લગભગ 6 ગ્રામના પ્રમાણમાં ગાયના દૂધ સાથે રોજ સવાર-સાંજ પીવાથી વ્યક્તિના શરીરમાં તાકાત આવે છે. તેનું સેવન લગભગ 40 દિવસ સુધી કરવું જોઈએ.
જે પણ પોતાનું વજન વધારવા કે જીમ જઈને શરીર બનાવવા માગતું હોય તેમણે આ પ્રયોગ ચોક્કસ કરવો જોઈએ તેની સાથે સાથે અશ્વગંધા, શતાવરી વિગેરેનો પ્રયોગ કરવો. કોઈ પણ સ્ટેરોઈડ કે સપ્લીમેન્ટ્સ આ ચૂર્ણ જેવી સ્ટેમિના નહીં આપે. જે ખેલાડી હોય અથવા નિયમિત બોડીબિલ્ડિંગ માટે જીમ જતું હોય તેમણે ઉપર જણાવેલા ચૂર્ણ સાથે અશ્વગંધા અને શતાવરીનો પ્રયોગ કરવો. માલકાંગનીના સેવનથી થાકનો અનુભવ નહીં થાય જે લોક ખુબ જલદી થાકી જતા હોય માત્ર અરધો દિવસ કામ કર્યા બાદ શરીરમાં પીડા થવા લાગે છે,
જે વારંવાર ચા પીને થાક દૂર કરવાનો પ્રયાસ કરે છે તેમના માટે આ આયુર્વેદની સંજીવની બૂટી છે. માત્ર 10 દિવસ આ પ્રયોગ કરવાથી શરીરનો બધો જ થાક દૂર થઈ જશે. પાચનશક્તિ તેમજ ભૂખ વધારે, તે પાચન શક્તિ તેમજ ભૂખને વધારે છે. જે વ્યક્તિ માલકાંગલીનો પ્રયોગ કરે છે તેમણે નિયમિત ભેજન કરવું તેમજ ચા પીને પોતાની ભુખ ભાંગવનો પ્રયાસ ન કરવો આમ કરવાથી કોઈ જ લાભ થશે નહીં પણ નુકસાન થશે –
માલકાંગનીનો ઉપયોગ કરતાં લોકોએ દૂધ અને ઘીનો ઉપયોગ વધારે કરવો જોઈએ. ઠંડીનું ખાસ ટોનિક,જે લોકો શિયાળામાં રોજ સવારે કામ પર જવા નીકળી જાય છે તેવા લોકોએ આનો પ્રયોગ ચોક્કસ કરવો જોઈએ – જેમને ઠંડી વધારે લાગતી હોય તેમણે માલકાંગનીનો જાદુ ચોક્કસ અનુભવવો જોઈએ. તે શિયાળામાં ઠંડી સહન કરવાની ક્ષમતા વધારે છે.
શરદી – ઉધરસનો ઉપચાર. વારંવાર થતી શરદી, ઋતુ બદલાય ત્યારે થતી શરદી, આખો શિયાળો શરદી ચાલુ રહે તેવી તકલીફોમાં માલકાંગની આશિર્વાદરૂપ છે. માત્ર થોડા દિવસના ઉપયોગથી તમને આખું વર્ષ શરદીથી મુક્તિ મળી શકે છે. એવા કેટલાએ દર્દીઓ છે
જેમને ઈએનટી નિષ્ણાતો દ્વારા આખી ઉંમર દવા ખાવાની સલાહ આપવામાં આવી હતી તેમને આ ઉપાયના માત્ર થોડા જ દિવસના પ્રયાસમાં કાયમી તકલીફથી મુક્તિ મળી ગઈ છે. માસિક-ધર્મની અડચણો માલકાંગનીના પાન અને વિજયસારની લાકડી બન્નેને દૂધમાં વાટી- ગાળી પી જવાથી બંધ થયેલું માસિક પાછુ શરૂ થાય છે.
માલકાંગનીના પાંદડાને વાટી તેને ઘીમાં શેકી મહિલાઓને ખવડાવવું જોઈએ. તેનાથી મહિલાઓનું બંધ થયેલું માસિક ફરી શરૂ થાય છે. માલકાંગનીના પાંદડા, વિજયસાર, સાજી ખાર, તેમજ બચને ઠંડા દૂધમાં વાટી કન્યાને પીવડાવવાથી માસિકસ્ત્રાવ (રજોદર્શન) આવવા લાગે છે. બંધ થયેલું માસિક માલકાંગનીના બીજ 3 ગ્રામ લઈ ગરમ દૂધ સાથે સેવન કરવાથી કેટલાએ દિવસનું રોકાયેલું માસિક પાછું આવે છે.