ઇટાલીના વેનિસમાં બસ પુલ પરથી પડતા 21નાં મોત નિપજ્યાં

(એજન્સી)નવી દિલ્હી, મિથેન ગેસ પર ચાલતી બસ મંગળવારે (૩ ઓક્ટોબર) ઇટાલીના વેનિસમાં એક પુલ પરથી પડી. બ્રિજ પરથી પડી જતાં બસમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં બે બાળકો અને વિદેશીઓ સહિત કુલ ૨૧ લોકોના મોત થયા છે.
૧૮ લોકો ઘાયલ પણ થયા છે. શહેરના મેયર લુઇગી બ્રુગનારોએ ફેસબુક પર અકસ્માતની જાણકારી આપી હતી. જ્યારે મુસાફરોથી ભરેલી બસ કેમ્પિંગ ગ્રાઉન્ડ તરફ જઈ રહી હતી. ત્યારબાદ રાત્રે લગભગ સાડા સાત વાગ્યે ઓવરપાસ પર અકસ્માત સર્જાયો હતો.
બસમાં તરત જ આગ લાગી ગઈ હતી. બસ મેસ્ત્રે જિલ્લામાં રેલવે લાઇન પાસે પડી હતી. જાેકે, અકસ્માતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. વેનિસ સિટી કાઉન્સિલર રેનાટો બોરાસોએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં ૪૦ વર્ષીય બસ ડ્રાઈવર અકસ્માત પહેલા બીમાર હતો.
Moment of bus carrying tourists falls from overpass near Venice, Italy. pic.twitter.com/oFBpDdwnMC
— Eliteworld (@eliteworldwaves) October 4, 2023
વેનિસ પ્રદેશના ગવર્નર લુકા ઝૈયાએ જણાવ્યું હતું કે મૃત્યુઆંક ૨૧ હતો અને ૨૦ થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મૃતદેહોની ઓળખ કરવાના પ્રયાસો ચાલુ છે. પીડિત અને ઘાયલોમાં માત્ર ઇટાલીના લોકો જ નહીં, પરંતુ અન્ય ઘણા દેશોના લોકો પણ સામેલ છે.