ગુજરાતના 26 હજાર લોકો સાથે ઠગાઈ કરી લોનના નામે ચીટરે
ઝીરો ટકા વ્યાજ અને ૫૦ ટકા સબસીડીની લાલચ આપવામાં આવતી હતી.
(એજન્સી)મહેસાણા, રાજ્યમાં છાશવારે અનેક મોટા કૌભાંડોમાં લાખો કરોડો રૂપિયા ગુમાવતા હોય છે, તેમ છતાં લોભિયા લોકો તેમાંથી બોધપાઠ મેળવતા નથી, ત્યારે મહેસાણામાં હેપ્પી લોનના નામે લાખ્ખોનું ઠગાઈ કૌભાંડ ઝડપાયું છે.
મહેસાણામા રહેતા પિયુષ વ્યાસે ગરીબો સાથે લોનો આપવાના બહાને હેપ્પી લોન નામની કંપની બનાવી આખા ગુજરાતમાં ૨૬૦૦૦ સભ્યો સાથે કૌભાંડ આચર્યું છે. જે સંદર્ભે મહેસાણા એ ડિવિઝનમાં આ યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. મહેસાણામા રહેતા પિયુષ વ્યાસે ચેનલ પદ્ધતિથી આખા ગુજરાતમાં લોન આપવાનું નેટવર્ક ગોઠવ્યું હતું.
જેમાં ૧૦૦૦ રૂપિયાની લોનના બીજા સભ્યો બનાવો તો જ લોન મળે એવી શરત રાખવામાં આવી હતી. ચેનલ પીન સિસ્ટમથી સભ્યો બનાવી લોન કૌભાંડ આચરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. પિયુષ વ્યાસ નામના ચીટરની વેબસાઈટ ઉપર આ કંપનીમાં ૨૬,૦૦૦ સભ્યો બનાવી લોકોને ચૂનો લગાવ્યો હતો.
ઝીરો ટકા વ્યાજ અને ૫૦ ટકા સબસીડીની લાલચ આપવામાં આવતી હતી. લોનની સાથે ઇનામ આપવાની લાલચ પણ લોકોને આપવામાં આવી હતી. જેના ઝાંસામાં અનેક લોકો આવ્યા હતા અને કંપનીમાં સભ્યો બનેલા લોકોને લોન કે ઇનામ આપ્યા જ નહીં. ત્યારબાદ હેપ્પી લોન કંપની બંધ પણ કરી દેવાઈ હતી.
જેના કારણે ચીટર પિયુષ વ્યાસ સામે ફરિયાદ નોંધાઈ હતી. મહેસાણામા રહેતા પિયુષ વ્યાસે ચેનલ પદ્ધતિથી આખા ગુજરાતમાં લોન આપવાનું નેટવર્ક ગોઠવ્યું હતું. જેમાં ૧૦૦૦ રૂપિયાની લોનના બીજા સભ્યો બનાવો તો જ લોન મળે એવી શરત રાખવામાં આવી હતી.
ચેનલ પીન સિસ્ટમથી સભ્યો બનાવી લોન કૌભાંડ આચરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. પિયુષ વ્યાસ નામના ચીટરની વેબસાઈટ ઉપર આ કંપનીમાં ૨૬,૦૦૦ સભ્યો બનાવી લોકોને ચૂનો લગાવ્યો હતો. ઝીરો ટકા વ્યાજ અને ૫૦ ટકા સબસીડીની લાલચ આપવામાં આવતી હતી.
લોનની સાથે ઇનામ આપવાની લાલચ પણ લોકોને આપવામાં આવી હતી. જેના ઝાંસામાં અનેક લોકો આવ્યા હતા અને કંપનીમાં સભ્યો બનેલા લોકોને લોન કે ઇનામ આપ્યા જ નહીં. ત્યારબાદ હેપ્પી લોન કંપની બંધ પણ કરી દેવાઈ હતી. જેના કારણે ચીટર પિયુષ વ્યાસ સામે ફરિયાદ નોંધાઈ હતી.