Western Times News

Gujarati News

સુરતમાં બોગસ ડોકટરોનો રાફડો ફાટ્યો

Files Photo

ઇચ્છાપોર પોલીસે અલગ અલગ જગ્યાએથી આ બોગસ ડોક્ટરોને ઝડપી પડ્યા છે.

(એજન્સી)સુરત, સુરતમાં ઈચ્છાપોર પોલીસે ૫ બોગસ ડોક્ટર ઝડપી પાડ્યા છે. ઇચ્છાપોર પોલીસે અલગ અલગ જગ્યાએથી આ બોગસ ડોક્ટરોને ઝડપી પડ્યા છે. પોલીસે અલગ અલગ દવાઓનો જથ્થો પણ જપ્ત કર્યો છે. ગોવિંદા હલદાર, રમેશ મંડલ, ધીમન બિસ્વાસ, લક્ષ્મણ સરકાર અને કિશોર પટેલ નામના ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરી છે.

સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં નકલી તબીબ બની લોકોનો ઈલાજ કરનાર મુન્નાભાઈ એમબીબીએસ ઝડપાયા. એક નહીં બે નહીં પરંતુ પાંચ પાંચ જેટલા બોગસ ડોક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ પાંચ બોગસ ડોકટરો દ્વારા છેલ્લા એક વર્ષથી વધુના સમયથી લોકોનો ઈલાજ કરવામાં આવતો હતો.

આ બોગસ ડોક્ટરો દ્વારા દર્દીઓને દવા આપવામાં આવતી હતી. સાથો સાથ બાટલા ચઢાવવા સુધીની કામગીરી કરતા હતા. પરંતુ હવે ઈચ્છાપોર પોલીસે આ પાંચેય આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કર્યા છે.

સુરતના ઈચ્છાપોર પોલીસને છેલ્લા કેટલાય સમયથી ફરિયાદ મળી હતી કે શહેરના છેવાડા વિસ્તારમાં આવેલ મોરા ગામમાં કેટલાક ઈસમો પોતાની પાસે ડિગ્રી ના હોવા છતાં લોકોનો ઈલાજ કરી રહી છે. જે બાબત ગંભીરતા છે ત્યારે આ આધારે ઇચ્છાપોર પોલીસે વોચ ગોઠવી હતી

અને ત્યાં બાતમીના આધારે ઇચ્છપોર પોલીસે મોરા ગામના અલગ અલગ વિસ્તારોમાં એકી સાથે પાંચ જગ્યાએ દરોડા પાડ્યા હતા. દરોડા પડતાં સ્થળ પર હાજર ડોક્ટરો પાસે ડિગ્રીના પુરાવા માગવામાં આવ્યા. જાે કે તેમની પાસે કોઈપણ પ્રકારની તબીબી ડીગ્રી ન હતી. જેથી પોલીસે આવા બોગસ પાંચેય તબીબોની ધરપકડ કરી હતી અને પોલીસ સ્ટેશન ખાતે લાવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.