એસટી ડ્રાઇવરે એટલો ત્રાસ ગુજાર્યો કે મહિલા કંડક્ટરે આપઘાતનો પ્રયાસ કર્યો
ગોંડલ એસટી ડેપોમાં કંડકટર તરીકે ફરજ બજાવનારી યુવતીએ ઝેરી દવા પીધી
(એજન્સી) રાજકોટ, ૨૫ વર્ષીય અલ્પા માલમ નામની ગોંડલ એસટી ડેપોમાં કંડકટર તરીકે ફરજ બજાવનારી યુવતીએ ઝેરી દવા પી ૧૭ સપ્ટેમ્બરના રોજ આપઘાતનો પ્રયાસ કર્યો હતો, ત્યારે ૨૪ સપ્ટેમ્બરના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે રાત્રીના પોણા બાર વાગ્યાના અરસામાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.
આ સમગ્ર મામલે મૃતકના પિતા જગદીશ માલમ દ્વારા માંગરોળ એસટી ડેપોમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવનાર રવજી પરમાર નામના વ્યક્તિ વિરુદ્ધ ગોંડલ સીટી પોલીસ સ્ટેશન ખાતે આઇપીસી ૩૦૬ મુજબ ગુનો નોંધાવવામાં આવ્યો છે.
પોલીસ દ્વારા હાલ આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસને આપેલી ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું છે કે, સંતાનમાં તેમને બે દીકરા અને એક દીકરો છે. સૌથી મોટી દીકરી અલ્પા છેલ્લા દોઢ વર્ષથી ગોંડલ એસટી ડેપોમાં કંડકટર તરીકે ફરજ બજાવતી હતી.