Western Times News

Gujarati News

પુરાતત્વીય ટીમે શોધી કાઢી કબરમાંથી સીલબંધ બરણીમાંથી 5000 વર્ષ જૂની વાઈન

૫૦૦૦ વર્ષ જૂનો દારૂ મળ્યો

નવી દિલ્હી, ઇજિપ્ત, જર્મની અને ઓસ્ટ્રિયાની પુરાતત્વીય ટીમે એક નવી શોધ કરી છે.  તેઓએ કબરમાંથી સીલબંધ બરણીમાં લગભગ ૫૦૦૦ વર્ષ જૂની વાઇન બહાર કાઢી છે. આ વાઇનની બરણીઓ ક્યારેય ખોલવામાં આવી ન હતી. આ શોધ એબીડોસ, સોહાગમાં રાણી મર્નિથની કબરમાં કરવામાં આવી હતી.

પ્રાચીન વાઇન ઉપરાંત, ટીમને અહીં ઘણું ફર્નિચર પણ મળ્યું, જેનો ઉપયોગ અંતિમ સંસ્કાર માટે કરવામાં આવતો હતો. આ શોધથી ટીમને પ્રાચીન રાણીના જીવન અને તેના શાસનના સમય વિશે વધુ માહિતી મળી. ટીમને એક હસ્તપ્રત પણ મળી હતી, જે દર્શાવે છે કે, તેણી સરકારી કચેરીઓનો હવાલો સંભાળતી હતી.

કબર પરના સંશોધનમાં જાણવા મળ્યું છે કે, તે કાચી ઈંટો, માટી અને લાકડાના પાટિયા જેવી સામગ્રીનો ઉપયોગ કરીને બનાવવામાં આવી હતી. વૈજ્ઞાનિકોના મતે, એબીડોસ ખાતે રાણી મર્નિથની શાહી કબર કદાચ પ્રથમ રાજવંશની એકમાત્ર કબર છે, જે અત્યાર સુધી મળી આવી છે. શોધકર્તાઓની ટીમે જણાવ્યું કે, રાણીની સમાધિની નજીક ૪૧ કબરો છે, જે તેના સલાહકારો અને નોકરોની છે.

એવા પુરાવા છે કે, રાણી મર્નિથ પોતાના દમ પર ઇજિપ્તની શાસક બની હશે, તેથી જ રાણી મર્નિથને પ્રથમ મહિલા ફારુન માનવામાં આવે છે. હાલમાં વૈજ્ઞાનિકોની ટીમે પણ જણાવ્યું કે, ટીમ આ રહસ્યમય રાણીના જીવન વિશે વધુ જાણવા માટે કામ કરી રહી છે. વિકિપીડિયા અનુસાર, તેણે લગભગ ૨૯૫૦ બીસી સુધી શાસન કર્યું, જાેકે, આ હજી સુધી સાબિત થયું નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.