ગળતેશ્વર હડમતીયાથી વાડીનાથને જોડતા ડામર રોડ પર ઠેરઠેર મસમોટા ખાડા
ખેડા:ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના ગામ હડમતીયાથી વાડીનાથ પહોંચવાના અતિ મહત્વની કડી સમાન ડામર રોડમાં ઠેરઠેર ખાડા પડી જતા વાહન ચાલકો અવર જવરમાં તકલીફ અનુભવી રહ્યા છે. ગળતેશ્વર તાલુકાના અતિ છેવાળાના વિસ્તારના ગામોમાં પહોંચવા માટે રોડ રસ્તાની યોગ્ય વ્યવસ્થા નથી. જેની મરામત કરવામાં તંત્ર સાવ પોકળ સાબિત થયું છે.
હડમતીયાથી જોડતા મુખ્ય રોડ ઉપર મુખ્યત્વે વાડીનાથ, મોકાના મુવાળા, ટેકરાના મુવાળા જેવા પરા વિસ્તારો સુધી પહોંચવાનો મુખ્ય માર્ગ છે. આર એન્ડ બી વિભાગના અધિકારીઓને યુવા કાર્યકર પગ્નેશ પટેલ દ્વારા રૂબરૂ મુલાકાત લઈ વાંરવાર રજુઆત કરવા છતાં આજ દિન સુધી આર.એન્ડ.બી ડાકોરના અધિકારીઓ જાખવાય આવયા નથી. પ્રજાના પ્રશ્નો હલ કરવામાં કોઈ રસ નથી તેમ લાગી રહ્યું છે.
આ રોડનું કામ તાત્કાલિક અસરથી સમારકામ કરવામાં નહિ આવે તો ગાંધીચિધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ યુવા કાર્યકર પગ્નેશ પટેલ દ્વારા ઉચ્ચારવામા આવી છે.ત્યારે આ બાબતે આર.એન્ડ.બી ડાકોરના વાત કરતા તેઓએ જણાવ્યું કે તે પુલ વાળો ડૂબત વિસ્તાર છે. હાલ તે પ્રગતિ હેઠળ છે. તેમ વાત કરીને છટકવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે બીજી તરફ યુવા કાર્યકર પગ્નેશ પટેલ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે ત્રણ કી.મિ નો રોડ આખો રોડ ખરાબ થઈ ગયો છે. અને તંત્ર દ્વારા કોઈપણ જાતની કામગીરી હાથ ધરવામાં આવી રહી નથી.