સમગ્ર દેશ સ્વચ્છતા અભિયાનમાં જાેડાયો ત્યારે કઠવાડા રોડ પાસે ગટરનું ગંદકી અભિયાન ચાલતું હતું?!
સમગ્ર દેશ શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ સ્વચ્છતા અભિયાનમાં જાેડાયો ત્યારે કઠવાડા રોડ ખારીકટ કેનાલ, શ્રેયાંશનાથ પ્રભુ નરોડા કો.ઓ.હા.સો.લી. પાસે ગટરનું ગંદકી અભિયાન ચાલતું હતું?!
નરોડા કઠવાડા રોડ, વ્યાસવાડીના પાછલા ભાગમાંથી ખારીકટ કેનાલ ને અડીને નીકળતા ટી.પી. રોડ ઉપર ગટરનું ગંદુ પાણી ફરી વળતા મચ્છરોનો ઉપદ્રવ?!
તસવીર નરોડા કઠવાડા રોડ ઉપર આવેલી ખારી કટ કેનાલ પાસેના રોડની છે જે વ્યાસવાડી શ્રેયાંશનાથ પ્રભુ નરોડા કો. ઓ.હા.સો.લી થઈ શીતલનાથ પ્રભુ સોસાયટી તરફ જાય છે તથા છેલ્લા એક માસથી ગટર ઉભરાય છે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે
દેશ એક તરફ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વ હેઠળ સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યો હતો ત્યારે નરોડા વોર્ડમાં એક માસથી ઉભરાતી ગટર બંધ કરવા મ્યુની કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓએ કોઈ ગંભીર પ્રયાસ કરેલ નથી નરોડા વોર્ડમાં ચૂંટાયેલા ભાજપના કોર્પોરેટરોને પ્રજાની કાંઈ જ પડી જ નથી.
ઉત્તરઝોન નરોડા મ્યુની કોર્પોરેશનના અધિકારીઓને કોઈ કહેનારા નથી શ્રેયાંશનાથ પ્રભુ નરોડા કો. ઓ.હા. સો.લી. ના સભ્ય શ્રી મણિલાલ વિઠ્ઠલભાઈ પટેલે રજૂઆત કરવા છતાં તેનો કોઈ જ નિકાલ કરાતો નથી! સ્વચ્છતા અભિયાન સમયે પણ આ લોકોની તકલીફ ઉકેલવાનું મ્યુની કોર્પોરેશન અધિકારીઓને કેમ સૂઝતું નથી?
નરોડામાં ખારીકટ કેનાલમાં કેમિકલ યુક્ત પાણી ક્યાંથી આવે છે? કેમ આંખ આડા કાન કરાય છે? શું પ્રજાએ ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખટખટાવવા પડશે? તસવીરમાં નરોડા ખારી કટ કેનાલ પાસે અડીને નીકળતા ટીપી રોડ ઉપર ઉભરાતી ગટરની છે. ગંદુ પાણી રોડ ઉપર ફરી વળતા મચ્છર અને ડેન્ગ્યુનો ઉપદ્રવ વધી ગયો છે. (તસવીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ મદદનીશ ગઝાલા શેખ દ્વારા)
“આ વધુ શીખવું કઠિન નથી પોતાની ભૂલ સ્વીકારી તેમાંથી કશું ન શીખવું કઠિન છે” માર્ટીન ફિશર
મહાત્મા ગાંધીનું સ્વચ્છતા અભિયાન એટલે મન, કર્મ,વચન ,તન, ધનની સ્વચ્છતાનું અભિયાન – એડવોકેટ વિનોદચંદ્ર દીક્ષિત!!
જર્મન અમેરિકન વૈજ્ઞાનિક માર્ટીન એચ ફિશર એ કહ્યું છે કે “વધુ શીખવું કઠિન નથી, પોતાની ભૂલ સ્વીકારીને તેમાંથી કશું ન શીખવું એ કઠિન છે”!! જ્યારે બ્રિટિશ વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગ કહે છે કે “જ્ઞાનનો સૌથી મોટો શત્રુ અજ્ઞાન નથી, જ્ઞાન હોવાનો ભ્રહ્મ છે”!!
આપણે ત્યાં આઝાદીના ૭૬ માં વર્ષે દેશ સ્વચ્છ બનાવવા માટે યુગપુરુષ મહાત્મા ગાંધીને યાદ કરી તેમનો જન્મદિવસ ઉજવવો પડે!! અને નેતાઓએ ગાંધીજીનો જન્મ દિવસ “સ્વચ્છતા અભિયાન” તરીકે ઉજવવો પડે છે?! આ દેશની અદભુત પરિસ્થિતિ છે!! છતાં આવી પહેલ થાય છે એ આવકાર્ય છે!!
મહાત્મા ગાંધી સાદગી!! મહાત્મા ગાંધીની રાજકીય નૈતિકતા અને મહાત્મા ગાંધીની તુલના કોઈની સાથે થઈ શકે તેમ નથી ?!
મહાત્મા ગાંધીએ સરસ કહ્યું છે કે “માનવીએ પોતાના વિચારોનું સર્જન છે, એ જે વિચારે છે તેઓ બને છે”!! મહાત્મા ગાંધીએ ભારતના લોકોને આઝાદી માટે વિચાર્યું!!
મહાત્મા ગાંધીએ ભારતની ગરીબ સ્ત્રીઓ પાસે પૂરતા પહેરવા કપડાં નથી એવું વિચાર્યું!! અને ગરીબોનો વિચાર કર્યો એટલે સાદગીના પ્રણેતા અને નૈતિકતાના ઉપાસક બન્યા અને “સ્વચ્છતા ના પથદર્શક બન્યા”!! આજે દેશના નેતાઓ મહાત્મા ગાંધીના જન્મદિવસે તેમને યાદ કરી સમાજ ઉપયોગી કાર્યક્રમનું એક દિવસ માટે આયોજન કરે છે
જ્યારે ગાંધીજીનું “સ્વચ્છતા અભિયાન” રોજબરોજની બાબત છે!! માટે તો ગાંધી સાબરમતીના સંત કહેવાય!! માટે તો દેશ આજે પણ પેલા ગીતના શબ્દો યાદ કરાય છે ‘તુને દે દી આઝાદી બીના ખડક બીના ઢાલ સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ’!!
ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી મહાત્મા ગાંધીની જન્મ જયંતી નિમિત્તે ‘સ્વચ્છતા અભિયાન’ નો કોલ આપીને શુદ્ધિકરણને આહવાન કર્યું!!
ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ કહ્યું છે કે ‘આપણને માત્ર કાયદાઓની નહીં તેના અમલીકરણની આવશ્યકતા છે’!! ખરેખર શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ યોગ્ય કહ્યું છે “માટે જ શ્રી નરેન્દ્ર ભાઈ મોદી એ જાણે છે કે સ્વચ્છતા ની વાતો થાય છે પણ તેનું અમલીકરણ થતું નથી માટે તો તેમણે મહાત્મા ગાંધીના જન્મદિવસ નિમિત્તે સ્વચ્છતા અભિયાનનો ધનુષ્ય ટંકાર કર્યો!! હાથમાં ઝાડુ પકડીને સમગ્ર દેશને સ્વચ્છતા અભિયાનમાં જાેડ્યો પરંતુ તેમનો હેતુ સ્વચ્છતાને ગતિ આપવાનો હતો. પરંતુ આટલા પ્રયત્નો પછી નરોડાની શું સ્થિતિ છે તે જાેવા જેવી અને વિચારવા જેવી બાબત છે!!
મહાત્મા ગાંધીના મૂલ્યોના સમર્થક અને રખેવાળ અમદાવાદ બાર એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ અને ગુજરાત બાર કાઉન્સિલના પૂર્વ સભ્ય અને જાણીતા એડવોકેટ શ્રી વિનોદચંદ્ર દીક્ષિત સ્વચ્છતા અભિયાન માટે શું કહે છે?!
અમદાવાદ બારના પૂર્વ પ્રમુખ,
ગુજરાત બાર કાઉન્સિલના પૂર્વ સભ્ય અને અમદાવાદ સીટી સિવિલ અને સેન્સર કોર્ટના જાણીતા ધારાશાસ્ત્રી શ્રી વિનોદચંદ્રભાઈ દીક્ષિતે વેસ્ટર્ન ટાઇમ્સ સમક્ષ “સ્વચ્છતા અભિયાન” અંગે પોતાના અંતરઆત્માનો અવાજ રજૂ કરતા કહ્યું છે કે “ભવિષ્યના ભારતના આદર્શ સ્વપ્ન દ્રષ્ટા મહાત્મા ગાંધીનું સોનેરી સપનું સ્વચ્છતા નું હતું. પરંતુ આ સ્વચ્છતા મન, કર્મ, વચન, તન અને ધનની સ્વચ્છતા ની આ વાત માં સમાવેશ થતો હતો
આ સ્વપ્નને સાકાર કરવા સમગ્રપણે ભગીરથ પ્રયાસ કર્યા!! ગાંધીજયંતી નિમિત્તે પરમેશ્વરને પ્રાર્થના છે કે અદાલતો તથા વકીલાતના ક્ષેત્રમાં સમાજની તમામ સ્વચ્છતા દીપી ઊઠે! અને એ રીતે વર્તવાની સૌને પ્રેરણા આપે એ જ અભ્યર્થના છે”!! વિનોદચંદ્રભાઈ દીક્ષિત ને રોડ ઉપરની સફાઈ સાથે વ્યવહારની સ્વચ્છતાની વાત કરી છે જે અત્રે નોંધનીય છે! આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.