નિવૃત્ત મહિલા સરકારી અધિકારીના ઘરમાંથી ૩.ર૮ લાખની મત્તા ચોરાઈ
ગાંધીનગર, ગાંધીનગર શહેરના સે-રમાં રહેતા નિવૃત્ત મહિલા અધિકારીના ઘરમાં ત્રાટકેલા તસ્કરો સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂપિયા ૩ઉર૮ લાખની મત્તા ચોરી કરી પલાયન થઈ ગયા હતા. ફરિયાદના આધારે સેકટર-૭ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે સેકટર-ર/ડી પ્લોટ નંબર ૧૧રર/૧માં રહેતા કોકિલાબેન મકનજીભાઈ પટેલ વર્ષ- ર૦૧૪માં નવા સચિવાલય ખાતેના એગ્રીકલ્ચર ડીપાર્ટમેન્ટમાંથી ડેપ્યુટી સેકશન ઓફિસર તરીકે નિવૃત્ત થયા છે, જેઓ પરિવાર સાથે જૂનાગઢ અને ભરૂચ રહે છે અને રજાના દિવસોમાં ગાંધીનગરના ઘરે આવે છે.
તા.૩૦મી ઓગસ્ટના રોજ કોકિલાબેન તેમની મોટી પુત્રવધૂ સાથે જૂનાગઢ રહેવા ગયા હતા, તે દરમિયાન સોમવારે નાની પુત્રવધૂએ ફોન કરીને જાણ કરેલી કે, પિયર વલસાડથી ગાંધીનગર આવતા ઘરના મુખ્ય દરવાજાનો નકૂચો તૂટેલી હાલતમાં છે. ઘરમાં ચોરી થયાની શંકા છે.
તેવુ જાણી કોકિલાબેન તેમના દીકરા સાથે ગાંધીનગર આવી તપાસ કરતાં લોખંડની તિજાેરી તથા લાકડાનું કબાટ ખુલ્લી હાલતમાં હતું. સામાન પલંગ ઉપર વેરવિખેર પડયો હતો તેમજ મોટા દીકરા મનિષના બેડરૂમમાં લાકડાના કબાટ તથા નાની પુત્રવધૂના રૂમમાં કબાટનો સામાન પણ વેર વિખેર પડયો હતો.