ગરબા આયોજકોએ ખેલૈયાઓ માટે લેવી પડશે વીમા પોલિસી
અમદાવાદ, નવરાત્રિનું કાઉન્ટડાઉન શરૂ થતા જ ગરબા આયોજકો માટે અમદાવાદ પોલીસે ગાઈડલાઈન્સ જાહેર કરી હતી. આ ગાઇડલાઇન્સ અનુસાર, ગરબા આયોજકોએ હવે ખેલૈયાઓ માટે વીમા પોલિસી લેવી પડશે. સાથે જ ગરબા આયોજન સ્થળે ઝ્રઝ્ર્ફ અને પાર્કિંગની માહિતી પોલીસને ફરજીયાત આપવી પડશે.
અમદાવાદમાં ૫૦થી વધુ પાર્ટીપ્લોટ અને ક્લબોમાં ગરબાનું આયોજન કરાયું છે. ત્યારે ગરબા આયોજકો માટે પોલીસે ૧૨ મુદ્દાની ગાઈડલાઈન્સ બહાર પાડી હતી. જેમાં પોલીસ પરમિશન લેવા માટે ફાયર સેફ્ટી, ગર્વમેન્ટ ઓથોરાઈડ્ઝ ઈલેક્ટ્રિશનનું પ્રમાણપત્ર, આર્ટિસ્ટનું સંમતિ પત્ર, મહિલા અને પુરુષ સિક્યોરિટી ગાર્ડની સંખ્યા સાથેની વિગતો ફરજીયાત આપવી પડશે.
સાથે જ આયોજનના સ્થળે ટ્રાફિક જામ ન થાય તે માટે ૧૦૦ મીટર દૂર પાર્કિંગની વ્યવસ્થા કરવા સૂચના આપી દેવામાં આવી છે. નવરાત્રિ મહોત્સવ ૨૦૨૩ દરમિયાન સ્વાસ્થ્યને લગતી ખાસ વ્યવસ્થા વડોદરામાં ઉભી કરાઇ છે. છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં યુવાનોમાં હાર્ટ અટેકની સમસ્યા ખૂબ જ વધી ગઇ છે જેથી આ વખતે નવરાત્રિમાં ખાસ ડૉક્ટરી વ્યવસ્થા રાખવામાં આવશે.
વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલે ગરબા આયોજકો દ્વારા કરવામાં આવેલી ડૉક્ટરી વ્યવસ્થાને લઇને ખુલાસો કર્યો છે, તેમણે કહ્યું હતું કે, આ વખતે વડોદરામાં ગરાબ આયોજકો દ્વારા એમ્બ્યુલન્સ અને ડૉક્ટર-નર્સના સ્ટાફને ગ્રાઉન્ડમાં જ ખડે પગે રખાશે. યોગેશ પટેલે કહ્યું કે, વડોદરાના તમામ મોટા ગરબા આયોજકોએ ગ્રાઉન્ડ ખાતે જ ડૉક્ટર સાથેની ટીમોની વ્યવસ્થા ઉભી કરી છે.
ગરબા ગ્રાઉન્ડ બહાર એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરાઈ છે. વડોદરાના વી.એન.એફ ગરબાના આયોજક મયંક પટેલે પણ આ ખાસ વ્યવસ્થા અંગે મોટુ નિવેદન આપ્યુ છે. તેમને કહ્યું કે, નવલખી મેદાન ખાતે વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલમાં એકસાથે ૪૫૦૦૦ ખેલૈયાઓ ગરબા રમશે, નવલખી મેદાન ખાતેના વી.એન.એફ ગરબા આયોજકો દ્વારા ખાનગી હૉસ્પિટલ સાથે મળી મેદાન ખાતે જ બે ડૉક્ટરો અને પાંચ નર્સ સાથેનું ક્લિનિક ઉભું કરવાનું આયોજન છે.
બે એમ્બ્યુલન્સ પણ સ્થળ પર હાજર રહેશે. નવરાત્રિના નવ દિવસ સિવિલ હોસ્પિટલમાં હાર્ટ એટેક માટે ખાસ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. રાજકોટમાં હાર્ટ એટેક ના કિસ્સાઓ વધી રહ્યા છે જેમને લઇ સિવિલ સુપ્રીન્ટેન્ડન્ટે આ ખાસ ર્નિણય લીધો છે. નવરાત્રિમાં ગરબા દરમિયાન આ વોર્ડમાં રાત્રે ડોક્ટર્સની ટીમ હાજર રહેશે. દવા ,ઇજેકશન સહિતની તમામ સારવાર મળી રહે તેવી વોર્ડમાં વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.SS1MS