સ્ત્રીની પ્રસૂતિ થયા વિના જ પરિવારને બીજા કોઈકનું મૃત બાળક હોસ્પિટલ કર્મીએ સોંપ્યું

પ્રતિકાત્મક
સિવીલ હોસ્પિટલની બેદરકારી છેક સ્મશાનમાં સામે આવતાં ચકચાર
રાજકોટ, રાજકોટ સીવીલ હોસ્પિટલ તંત્રનો ફરીથી એક મોટો ગોટાળો કહો કે ગંભીર બેદરકારી સામે આવી છે. કે મહીલાની ડીલીવરી જ નહોતી થઈ તેના પરીવારને મૃત બાળક સોપી દીધું જજે સ્મશાને પહોચ્યા બાદ ખ્યાલ આવતા સીવીલની બેદરકારી છેક સ્મશાનમાં છતી થઈ હતી.
રાજકોટ સીવીલ હોેસ્પિટલના જનાના વિભાગમાંબે સગર્ભા દાખલ થઈ હતી. જેમાં એક મહીલાનું નામ રાધીકાબેન જીવરાજભાઈ પરમાર ઉ.વરર જે ખરેડી ગામના વતની હતી. બીજા મહીલા પ્રેમીબેન સંજયભાઈ ઠાકોર ઉ.વરપ જેઓ છતર ગામના વતની હતા. રાધીકાબેનને ગઈકાલે પ્રસુતીની પીડા ઉપડતા જનાના વિભાગમાં દાખલ કરાયા હતા.
તેમને બે બાળકોનો જન્મ થયો હતો. જેમાંથી એક બાળકનું જન્મતાની સાથે જ મૃત્યુ થયું હતું. જયારે બીજું બાળક ક્રિટીકલ વિભાગમાં દાખલ કરાયું હતું. ડોકટરે મૃત જાહેર કરેલા બાળકને લઈ હોસ્પિટલ સ્ટાફના કર્મીઓ બહાર આવ્યા હતા ત્યારે જીવરાજભાઈના બદલે સંજયભાઈને મૃત બાળક સોપી કહયું હતું કે, તારી ઘરવાળીને મૃત બાળક જન્મ્યુ છે.
ગામડાના ભોળા ખેત મજુર સંજયભાઈએ કોઈપણ પ્રકારના સવાલો કર્યા વગર બાળક લઈ લીધું હતું અને તેની દફનવીધી માટે તૈયારી કરી હતી. એક રીક્ષામાં સંજયભાઈ અને તેના પરીવારજનો મૃત શીશુ લઈ સ્મશાને પહોચ્યા હતા. જયાં હોસ્પિટલમાંથી કરેલી ચીઠ્ઠી પરથી ખ્યાલ આવ્યો હતો કે
મૃત બાળક પ્રેમીબેનનું નહી પણ રાધીકાબેનનું છેછ. તુરંંત સંજય અને તેના પરીવારજનો મૃત બાળક લઈ હોસ્પિટલમાં પરત આવ્યા હતા ત્યારબાદ આ મૃત બાળક તેના સાચા પરીવારજનો એટલે કે રાધીકાબેનના પતી જીવરાજને સોપાયું હતું. સંજય જે રીક્ષામાં મૃત બાળક લઈ સ્મશાન પહોચ્યો હતો.
તે રીક્ષાચાલકો સ્મશાનમાં ચિઠ્ઠીી બતાવી હતી. રીક્ષાચાલક સતર્ક હોવાથી તેણે સંજયને પુછયુું હતું કે આ ચીઠ્ઠીમાં રાધીંકાબેન લખ્યું છે કે શું તે તમારા પત્ની છે? ત્યારે સંજયને ખ્યાલ આવ્યો કે આ તેનું બાળક નથી.