Western Times News

Gujarati News

રાજકોટમાં ત્રણ મહિનામાં હૃદય રોગના હુમલામાં ૧૩૧૦ લોકોને અપાઇ સારવાર

પ્રતિકાત્મક

રાજકોટ, છેલ્લા કેટલાય સમયથી હૃદય રોગના હુમલાના કારણે વ્યક્તિઓના મૃત્યુ નીપજવાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે રાજકોટ શહેર અને જિલ્લાના છેલ્લા ત્રણ મહિનાના આંકડા તરફ નજર કરીએ તો, ૧૦૮ મારફતે ૧૩૧૦ જેટલા વ્યક્તિઓને હૃદય રોગનો હુમલો આવતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

૧૦૮ મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલા વ્યક્તિઓના આંકડા તરફ નજર કરીએ તો ગ્રામ્યમા વસવાટ કરતા લોકોની સરખામણીએ શહેરી વિસ્તારમાં વસવાટ કરતા લોકોની સંખ્યા બમણા કરતા પણ વધુ જાેવા મળી રહી છે. ત્યારે ક્યાંક ને ક્યાંક ગ્રામ્ય વિસ્તાર કરતા શહેરીજનોનું સ્ટ્રેસ લેવલ તેમજ તેમની લાઈફ સ્ટાઈલ પણ જવાબદાર હોવાનું સામે આવ્યું છે.

રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જાેશીના જણાવ્યા પ્રમાણે, રાજકોટ શહેર અને જિલ્લા ખાતે કુલ ૪૨ જેટલી ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ કાર્યરત છે. જે પૈકી ૨૨ જેટલી એમ્બ્યુલન્સ રાજકોટ શહેર ખાતે કાર્યરત છે. જ્યારે કે ૪૨ પૈકી ૨૦ જેટલી એમ્બ્યુલન્સ જિલ્લા ખાતે કાર્યરત છે.

૧૦૮ મારફતે જુલાઈ મહિનામાં હૃદય રોગનો હુમલો આવ્યો હોય તેવા ૩૦૦ જેટલા વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે કે ૧૦૮ મારફતે જુલાઈ મહિનામાં હૃદય રોગના હુમલો આવ્યો હોય તેવા ૧૩૫ જેટલા વ્યક્તિઓને ખસેડવામાં આવ્યા હતા.

જ્યારે કે, ઓગસ્ટ મહિનામાં રાજકોટ શહેરમાંથી ૨૯૮ વ્યક્તિ જ્યારે કે, રાજકોટ જિલ્લામાંથી ૧૨૬ વ્યક્તિ આમ, કુલ મળીને ઓગસ્ટ મહિનામાં ૪૨૪ જેટલા વ્યક્તિઓને હૃદય રોગનો હુમલો આવવાના કારણે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. સપ્ટેમ્બર મહિનામાં છેલ્લા ત્રણ મહિનાની સરખામણીએ કુલ ૪૫૨ જેટલા વ્યક્તિઓને હૃદય રોગનો હુમલો આવવાના કારણે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે.

૪૫૨ પૈકી ૩૨૪ વ્યક્તિઓ રાજકોટ શહેરની હોવાનું સામે આવ્યું છે. જ્યારે કે ૧૨૭ જેટલી વ્યક્તિ રાજકોટ જિલ્લાની હોવાનું સામે આવ્યું છે. તેમજ ૨૦ સપ્ટેમ્બરથી ૪ ઓક્ટોબર સુધીમાં પ્રતિ દિવસ ન્યૂનતમ ૧૦ જેટલા વ્યક્તિ જ્યારે કે મહત્તમ ૨૨ જેટલા વ્યક્તિઓને હૃદય રોગનો હુમલો આવવાના કારણે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે.

હાલ હૃદય રોગના હુમલા ના બનાવ સામે આવતા ૧૦૮ માં ઓટોમેટેડ એક્સટર્નલ ડીફ્રીબીલેટર એટલે કે એઈડી મશીન પણ રાખવામાં આવ્યા છે. જેના કારણે હોસ્પિટલ સુધી પહોંચાડતા સુધીમાં વ્યક્તિને શોર્ટ આપવાની જરૂરિયાત પડે તો તે પણ આપી શકાય.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.