અસલ જીવનની ભાભીઓએ મનમોહન તિવારીને ઘેરી લીધો!
કલાકારો માટે ચાહક તેમના કામની સરાહના કરે તેનાથી વધુ મોટી કોઈ શુભેચ્છા નહીં હોઈ શકે. અને મોટે ભાગે ચાહકોને મળવું અથવા તેમની સાથે રૂબરૂ થવું તે સુંદર યાદો નિર્માણ કરે છે, જે કલાકારને સદા યાદ રહી જાય છે. આવો એક અવિસ્મરણીય અવસર તાજેતરમાં એન્ડટીવી પર ભાભીજી ઘર પર હૈમાં .
આપણા વહાલા મનમોહન તિવારી (રોહિતાશ ગૌર) સાથે બન્યો. તે પોતાની ઓનસ્ક્રીન પત્ની અંગૂરી (શુભાંગી અત્રે) સાથે ગણેશચતુર્થી મનાવવા માટે ઈન્દોર ગયો હતો. તેના મુકામ દરમિયાન તેને હોટેલ ખાતે મહિલા ચાહકો ટોળે વળી અને તેના પાત્ર અને શોમાં કામ વિશે સરાહના કરવા લાગી ત્યારે તેને સુખદ આશ્ચર્ય થયું.
આ યાદગાર અવસર વિશે બોલતાં ભાભીજી ઘર પર હૈમાં મનમોહન તિવારીની ભૂમિકા ભજવતો રોહિતાશ ગૌર કહે છે, “હું માનું છું કે કલાકારને તેમનાં પાત્રો દ્વારા લોકો ઓળખવાનું શરૂ કરે ત્યારે તેણે ખરેખર સફળતા પ્રાપ્ત કરી હોય છે. લોકો મને તિવારીજી તરીકે બોલાવે છે ત્યારે મને બહુ ખુશી મળે છે.
અમારા ચાહકો પાસેથી અને પ્રેમ અને ટેકો મળ્યા છે તે ખરેખર બેજોડ છે અને તેમની કૃતિઓ મને સ્પર્શે છે અને મારી પર કાયમી છાપ છોડી છે. તાજેતરમાં ઈન્દોરમાં અમારી ટ્રિપ દરમિયાન મને અમારા શો ભાભીજી ઘર પર હૈની ચાહકો અસલ જીવનની અમુક ભાભીઓને મળવાનો મોકો મળ્યો તે મારા જીવનનો સૌથી યાદગાર અવસર રહ્યો હતો. હું રહેતો હતો તે હોટેલમાં એક કિટી પાર્ટીમાં ત્રીસથી ચાળીસ મહિલાઓ ભેગી થઈ હતી.
તેમણે મને જોતાં જ તિવારીજી કૈસે હૈ આપ? કહીને વહાલથી બોલાવ્યો. મેં સ્મિત સાથે તેમનું અભિવાદન ઝીલ્યું અને હેલ્લો કહ્યું ત્યારે તેઓ મને ઘેરી વળી અને સેલ્ફી લેવા માટે ઉત્સુકતા બતાવી હતી. થોડી વાર માટે આવા પ્રેમથી હું બહુ ખુશ થયો, પરંતુ તે હાથ ધરવાનું મેનેજ કરી શક્યો (હસે છે).
જોકે તેમણે મને ગીત સમર્પિત કર્યું ત્યારે તે વાત મારા મનને સ્પર્શી ગઈ. ચાહકો દરેક કલાકારના જીવનનો મહત્ત્વનો ભાગ હોય છે, કારણ કે અમારી કારકિર્દી ઘડવાની તેમની પાસે શક્તિ હોય છે. તેમને કારણે જ અમે આજે આ મુકામ પર છીએ. તેઓ વહાલ વ્યક્ત કરે છે, પ્રતિક્રિયા આપે છે અને વિવિધ રીતે તેમના રિવ્યુ આપે છે.
ઈમાનદારીથી કહું તો આવા અવસર કલાકારના જીવનમાં અસાધારણ અને મૂલ્યવાન હોય છે. મારા કામને આવો પ્રેમ અને સરાહના મળ્યા તે માટે હું પોતાને બહુ ભાગ્યશાળી માનું છું.” તે વધુમાં ઉમેરે છે, “ઈન્દોર મારું સાસરું હોવાથી મારા મનમાં વિશેષ સ્થાન ધરાવે છે. શહેરમાં મારા મુકામ દરમિયાન મને તે ઉષ્મા અને હૂંફ મળ્યા તે ખરેખર હૃદયસ્પર્શી હતા.”