અમદાવાદના કાંકરિયા સ્થિત એકા ક્લબ ખાતે આયોજિત ‘ઓપ્ટિક એક્સ્પો – ૨૦૨૩’નું ઉદ્ધાટન
આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલના હસ્તે અમદાવાદના કાંકરિયા સ્થિત એકા ક્લબ ખાતે આયોજિત ‘ઓપ્ટિક એક્સ્પો – ૨૦૨૩’નું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે.
આ ઉદ્ધાટન પ્રસંગે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલે કહ્યું કે, આજે ટેકનોલોજીની જરૂરિયાત છે . ગરમી હોય કે પછી ઠંડી દરેક સિઝનમાં આજે ચશ્માની ડિમાન્ડ વધી રહી છે. ચશ્મા આજે એક જીવન જરૂરિયાતની વસ્તુમાં ઉમેરાઈ ગયા છે. આમ આજે તમામ ટેકનોલોજીનો સમનવ્ય આ એક્સ્પોમાં જોવા મળી રહ્યો છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આ ‘ઓપ્ટિક એક્સ્પો -૨૦૨૩’ના ઉદ્ધાટન પ્રસંગે ધારાસભ્ય શ્રી અમુલભાઈ ભટ્ટ, અમદાવાદ ઓપ્ટિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ શ્રી નરેશભાઈ ચોકસી, વાઇસ પ્રેસિડન્ટ શ્રી કાંતિભાઈ માળી, સેક્રેટરી શ્રી કલ્પેશભાઈ અજમેરા તેમજ જોઈન સેક્રેટરી રિપુંજય પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છેકે, આ ‘ઓપ્ટિક એક્સ્પો’માં કુલ ૮૨ થી વધુ સ્ટોલ જોવા મળશે. આ ‘ઓપ્ટિક એક્સ્પો’નું ૭ થી ૯ ઑક્ટોબર સુધી એકા ક્લબ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.