Western Times News

Gujarati News

પત્નિની હત્યા કરી પતિ મૃતક પત્નિની બાજુમાં જ બેસી રહ્યો

પ્રતિકાત્મક

પતિએ જ કંકાસથી કંટાળી પત્નીની હત્યા કરી-નિકોલ પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ કરી તો મૃતકની બાજુમાં જ આરોપી બેસી રહ્યો હતો

(એજન્સી)અમદાવાદ, નિકોલ ઓઢવ રોડ પરની અશ્વમેઘ સોસાયટીમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. પતિએ જ કંકાસથી કંટાળી પત્નીની હત્યા કરી પોલીસને જાતે જ જાણ કરી હતી. ત્યારે નિકોલ પોલીસે આરોપી પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

શહેરના નિકોલ ઓઢવ વિસ્તારમાં આવેલી અશ્વમેઘ સોસાયટીમાં હત્યાનો બનાવ બન્યો હોવાનું પોલીસ કંટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો. જેને લઇને નિકોલ પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ કરી તો મૃતકની બાજુમાં જ આરોપી બેસી રહ્યો હતો.

પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે મૃતક મહિલાએ ચોથા લગ્ન કર્યા હતા. મૃતક મહિલાને તેના પતિ સાથે સવારે ચા પીતી વેળાએ ઘરની બાબતોમાં કંકાસ થતા પતિએ આવેશમાં આવીને ગળુ દબાવીને હત્યા કરી નાખી હતી.

બાદમાં ત્યાં પત્નીની લાશ પાસે બેસીને જ પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને આરોપીની ધરપકડ કરી હતી. નિકોલમાં આવેલી અશ્વમેઘ સોસાયટીમાં ૪૮ વર્ષીય કિરણબેન ઉર્ફે કિર્તીબેન ની હત્યા કરાયેલી લાશ મળી હતી.

નિકોલ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરતા મૃતકના પતિએ જ કંકાસા થી કંટાળીને હત્યા કરી હતી. પોલીસે વધુ તપાસ કરતા સામે આવ્યું કે મૃતક કિરણબેન અગાઉ ત્રણ લગ્ન કર્યા હતા અને છૂટાછેડા લીધા હતા.

બાદમાં દસેક માસ પહેલા જ તેમણે ભરત પંચાલ નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ ભરતભાઈ એ તેમના ભાઈ ભાભીને તેમની સાથે સંયુક્ત રીતે રહેવા માટેની વાત પત્ની કિરણબેન ને કરતા તે નારાજ થઇ હતી.

જેથી દંપત્તિ વચ્ચે બબાલ પણ થઇ હતી અને આ સહીત આરોપી પતિ ને શંકા હતી કે પોતાના પૈસા મૃતક પત્ની તેના ભાઈઓને આપી દેતી હતી અને આવતો ને લઇ ને જ ઝગડા થતા હતા.

આ દરમિયાનમાં શનિવારે કિરણબેન તેમના પતિ ભરત પંચાલ સાથે સવારે ચા પાણી કરતા હતા. ત્યારે કિરણબેન પતિ ભરતભાઈને તમારી કમાણી તમારા ભાઈને આપી દો છો અને ઉપરથી ભાઈ ભાભીને ઘરે રહેવા લાવવા માંગો છો તે વ્યાજબી નથી તેવું કહેતા બંને વચ્ચે બોલાચાલી ઝઘડો થયો હતો.

જે કંકાસથી કંટાળીને ભરતભાઈએ પત્ની કિરણબેનનું ગળુ દબાવી મારી નાખી હતી. હત્યા કર્યા બાદ અફસોસ થતાં ભરતભાઈ લાશની બાજુમાં જ બેસી રહ્યા અને પોલીસને જાણ કરતા નિકોલ પોલીસે આ મામલે ગુનો નોંધી ભરત પંચાલની ધરપકડ કરી છે. પોલીસે હત્યારાના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.