બિગ બોસ શોમાં પાંચ ક્રિકેટર્સ બન્યા સ્પર્ધક
મુંબઈ, ઘણા ભારતીય અને વિદેશી ક્રિકેટરો છે જેમણે બિગ બોસની અલગ-અલગ સિઝનમાં ભાગ લીધો છે. અહીં અમે તમને એવા ૬ ક્રિકેટ ખેલાડીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. દરેક સિઝન જેમાં ક્રિકેટરોએ ભાગ લીધો છે તે અગાઉની સિઝન કરતાં વધુ હિટ સાબિત થઈ છે. ક્રિકેટ અને બિગ બોસના ચાહકોએ તેને ઘણો પ્રેમ આપ્યો છે.
સૌથી પહેલા ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બોલર અને બેટ્સમેન એન્ડ્ર્યુ સાયમન્ડ્સે ‘બિગ બોસ ૫’માં ભાગ લીધો હતો. તેણે આ શોમાં વાઈલ્ડ કાર્ડ તરીકે એન્ટ્રી કરી હતી. એન્ડ્રૂ ઓસ્ટ્રેલિયામાં જેટલો લોકપ્રિય હતો તેટલો જ તેની બેટિંગ અને બોલિંગ ભારતમાં વધુ પસંદ કરવામાં આવી હતી. ભારતીય ક્રિકેટર નવજાેત સિંહ સિદ્ધુએ ‘બિગ બોસ ૬’માં ભાગ લીધો હતો.
રાજકીય પ્રતિબદ્ધતાઓને કારણે તેણે શો અધવચ્ચે જ છોડવો પડ્યો હતો. નવજાેતે ઘણા ટીવી રિયાલિટી શોમાં જજ તરીકે ભાગ લીધો હતો. ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલીએ ‘બિગ બોસ ૩’માં સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો. તેણે દૂરદર્શનના શો ‘મૈં બનુગી મિસ ઈન્ડિયા’માં અભિનયની શરૂઆત કરી હતી. આ સિવાય તે ઘણી ફિલ્મોમાં પણ જાેવા મળ્યો હતો.
બિગ બોસ ૧૨’ ક્રિકેટર શ્રીશાંત સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો અને ફિનાલેમાં પહોંચ્યો હતો. દર્શકોએ તેમને ભરપૂર પ્રેમ આપ્યો. બિગ બોસની આ સૌથી ચર્ચિત સિઝન હતી. જેમાં સૃષ્ટિ રોડે, દીપિકા કક્કર, જસલીન મથારુ, અનુપ જલોટા જેવા સ્પર્ધકો હતા.SS1MS