ભારત પાક. મેચમાં ટીમ ઈન્ડિયા નહીં પહેરે ભગવો ડ્રેસ
નવી દિલ્હી, ભારતમાં વર્લ્ડકપ ૨૦૨૩ની ધમાકેદાર શરૂઆત થઇ ચુકી છે. તેમજ ભારતે પોતાની વર્લ્ડકપ યાત્રા ઓસ્ટ્રેલિયા સામે જીત નોંધાવીને શરુ કરી છે. એક તરફ ફેન્સ વર્લ્ડકપને લઈને ઉત્સાહિત છે, તો બીજી તરફ ભારતીય ક્રિકેટરોને કેસરિયા આઉટફિટમાં જાેતાં ફેંન્સમાં ચર્ચા ચાલી રહી છે કે પાકિસ્તાન સામે અમદાવાદ ખાતે રમાનારી મેચમાં ભારતીય ખેલાડીઓ ભગવા રંગના ડ્રેસમાં મેદાને ઉતરશે.
ત્યારે BCCIએ આ બાબતે મહત્વનું નિવેદન આપીને ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. દાવો કરાઈ રહ્યો હતો કે, રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળની ભારતીય ટીમ આગામી ૧૪ ઓક્ટોબરે અમદાવાદમાં પાકિસ્તાન વિરુદ્ધ રમાનારી મેચમાં બ્લ્યુ કલર સિવાયની અન્ય કેસરી કીટમાં મેદાને ઉતરી શકે છે. ત્યારે મ્ઝ્રઝ્રૈંએ આ અહેવાલોને નકારી કાઢ્યા છે. મ્ઝ્રઝ્રૈંએ કહ્યું છે કે ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ વર્લ્ડકપ ૨૦૨૩માં પાકિસ્તાન સામેની મેચમાં અલગ કીટ પહેરશે નહીં.
BCCIના ખજાનચી આશિષ શેલારે જણાવ્યું કે, ટીમ ઇન્ડિયા પાકિસ્તાન સામેની મેચમાં ઓપ્શનલ કીટ પહેરશે તેવા મીડિયા અહેવાલોને અમે ફગાવીએ છીએ. આ રિપોર્ટ્સ પાયાવિહોણા છે અને આ કોઈકની કલ્પનાં માત્ર છે. મેન ઈન બ્લુ ભારતના રંગોમાં રમશે– Blue at ICC Crickª World Cup ૨૦૨૩. જણાવી દઈએ કે વર્ષ ૨૦૧૯ના વર્લ્ડ કપ દરમિયાન ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામે ઓરેન્જ સ્લીવ્સવળી ડાર્ક બ્લુ શેડ્સની અલગ કીટ પહેરી હતી.
જાેકે, આ વખતે આવું કંઈ કરવાની યોજના નથી. ઉલ્લેખનીય છે કે, ભારતીય ક્રિકેટ ટીમે રવિવારે ચેન્નાઇ ખાતે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ૬ વિકેટે જીત મેળવી હતી. ઓસ્ટ્રેલિયાએ આપેલા ૨૦૦ રનના ટાર્ગેટનો પીછો કરતાં ભારતે નબળી શરૂઆત કરી હતી અને ૨ રને ૩ વિકેટ ગુમાવી હતી.
જાેકે, કે એલ રાહુલે અણનમ ૯૭ રન અને વિરાટ કોહલીએ ૮૫ રનની શાનદાર ઇનિંગની મદદથી ભારત મેચ જીતવામાં સફળ થયું હતું. જ્યારે ભારતને જીતવા માટે ૨૩ રનની જરૂર હતી, ત્યારે જાેશ હેઝલવુડની ઓવરમાં કોહલીએ પુલ શોટ મારવાનો પ્રયાસ દરમિયાન વિકેટ ગુમાવી હતી. ત્યાર બાદ હાર્દિક પંડ્યાએ રાહુલનો સાથ આપ્યો હતો અને ૧૧ રનની અણનમ ઇનિંગ રમી હતી.
છેલ્લે રાહુલે વિનિંગ સિક્સર મારીને ટીમને જીત અપાવી હતી. તો ઓસ્ટ્રેલિયા તરફથી જાેશ હેઝલવુડે ૩૮ રન આપીને ૩ વિકેટ્સ ઝડપી હતી. હવે ભારત બુધવારે દિલ્હી ખાતે અફઘાનિસ્તાન સામે આગામી મેચ રમશે. ગત અઠવાડિયે શરુ થયેલા વર્લ્ડકપમાં તમામ ૧૦ ટીમો એક-એક મેચ રમી ચુકી છે. જેમાં ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, દક્ષિણ આફ્રિકા અને ભારત એક-એક મેચ જીતી ચૂક્યું છે.
ચેન્નાઇ ખાતે રમાયેલી ભારત ઓસ્ટ્રેલિયાની મેચ દરમિયાન જાર્વો તરીકે ઓળખાતો પીચ આક્રમણખોર ડેનિયલ જાર્વિસ મેદાનમાં સુરક્ષા ભંગ કરીને પહોંચી ગયો હતો અને ખેલાડીઓની નજીક જવાનો પ્રયાસ પણ કર્યો હતો. ત્યારબાદ સિક્યોરિટી ટીમે તેને મેદાનની બહાર ખદેડયો હતો અને ૈંઝ્રઝ્રએ સ્ટેટમેન્ટ જાહેર કર્યું હતું કે, વર્લ્ડ કપ ટુર્નામેન્ટની આગામી કોઈપણ મેચમાં જાર્વોને ઘૂસવા દેવામાં નહીં આવે.SS1MS