Western Times News

Gujarati News

22 લાખના પકડાયેલા દારૂ પ્રકરણમાં જામનગર PSI સસ્પેન્ડ

પ્રતિકાત્મક

દારુ પ્રકરણમાં જામનગર પંચકોશી બી ડિવિઝનના PSI સસ્પેન્ડ

(એજન્સી)જામનગર, જામનગર ખાતે આવેલ દરેડ ગામના વિસ્તારમાંથી સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દારૂનો જંગી જથ્થો ઝડપી લીધો હતો. રાજસ્થાની ગેંગ દ્વારા ગોડાઉન ભાડે રાખી દારૂનું વેચાણ કરાતું હતું. પોલીસે રૂપિયા ૨૨.૬૯ લાખની કિંમતનો પેટી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે.

જેને લઈને સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્‌યા હતા. રેન્જ આઈ જી અશોક કુમાર ચોંકી ઉઠ્‌યા હતા અને તમણે કડક કાર્યવાહી કરી જ્યાંથી ૫૪૦૦ બોટલ દારૂ પકડાયો તે વિસ્તારના પીએસઆઈ એમ. એ. મોરીને સસ્પેન્ડ કરી દીધા છે. જેને લઈને પોલીસ આલમમાં ચર્ચા જાગી છે.

કેસની વિગત એવી હતી કે સ્ટેટ મોનિટરિંગ સેલ- ગાંધીનગરની ટીમ થોડા દિવસો અગાઉ રાજકોટમાંથી ૧૨૦ પેટી દારુનો જથ્થા સાથે એક રાજસ્થાનીને ઝડપી લીધો હતો. જેની તપાસમાં જામનગર પંથકમાં વધુ દારૂ સંતાડયો હોવાનું સામે આવ્યું હતું.

વધુમાં રામનારાયણ અર્જુનસિંહ કે જે મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાનો છે, અને હાલ સત્યમ પાર્ક એચ.આર. રોડ દરેડ- જામનગર કે જે દરેડ વિસ્તારમાં ગોડાઉન ભાડેથી રાખી અને તેમાં દારૂનો મસમોટો જથ્થો સંતાડી રાખ્યો છે. તેવી વિગતો બહાર આવતા જ ગત શનિવારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ પહોંચી હતી.

જ્યા તપાસમાં જામનગરના દરેડ વિસ્તારમાં ભવાની ફાર્મ નજીકના ૧૬૦ નંબરના પ્લોટ માં આવેલા એક્‌ ગોદામમાંથી જુદી જુદી બ્રાન્ડની રૂપિયા ૨૨,૬૯,૮૦૦ ની કિંમતનો ૫,૪૦૦ બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.