બ્યુટીપાર્લરનો ઓર્ડર આપવાની વાત કરી ઘરમાં ઘૂસી નણંદ-ભાભીને બેભાન કરી લૂંટી લેવાયા
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરમાં અવનવી તરકીબો અજમાવીને લોકોને છેતરવાની અને ઘરમાંથી ચોરી કરવાના કિસ્સા સામે આવી રહ્યા છે. આવો જ એક વધુ કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનાના સીસીટીવી વીડિયો પણ સામે આવ્યા છે.
વસ્ત્રાલમાં આવેલા એક રહેણાંક વિસ્તારમાં બે મહિલાઓએ એક ઘરમાં રહેલી નણંદ અને ભાભીને પોતાની વાતમાં ફસાવી હતી. પીવાના માટે પાણી માંગીને તેઓએ બહાનુ કરીને વાતો કરી બ્યુટીપાર્લરનો ઓર્ડર આપવાનો હોવાની વાત કરીને ઘરમાં ઘૂસ્યા હતા.
અમદાવાદ શહેરમાં અવનવી તરકીબો અજમાવીને લોકોને છેતરવાની અને ઘરમાંથી ચોરી કરવાના કિસ્સા સામે આવી રહ્યા છે. આવો જ એક વધુ કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનાના સીસીટીવી વીડિયો પણ સામે આવ્યા છે. વસ્ત્રાલમાં આવેલા એક રહેણાંક વિસ્તારમાં બે મહિલાઓએ એક ઘરમાં રહેલી નણંદ અને ભાભીને પોતાની વાતમાં ફસાવી હતી.
પીવાના માટે પાણી માંગીને તેઓએ બહાનુ કરીને વાતો કરી બ્યુટીપાર્લરનો ઓર્ડર આપવાનો હોવાની વાત કરીને ઘરમાં ઘૂસ્યા હતા. ઘરમાં ઘૂસીને આ લૂંટારુ મહિલાઓએ નણંદ અને ભાભીને બેભાન કરી દીધા હતા. ત્યાર બાદ બંનેએ ઘરમાંથી કિંમતી ચીજાે અને રોકડ રકમની ચોરી કરી હતી. જ્યારે નણંદ ભાભી ભાનમાં આવ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે તેઓ લૂંટાઈ ચૂક્યા છે.