પાકિસ્તાન માટે માથાનો દુખાવો બન્યો બાબર આઝમ
નવી દિલ્હી, વર્લ્ડ કપ ૨૦૨૩ની આઠમી મેચ શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહી હતી. આ મેચમાં પાકિસ્તાને શ્રીલંકાને હરાવીને પોતાની બીજી નોંધાવી છે. જાેકે આ મેચમાં પાકિસ્તાનની શરૂઆત ખરાબ રહી હતી. પહેલા ઈમામ ઉલ હક અને બાદમાં બાબર આઝમે પોતાની વિકેટ ગુમાવી હતી. બાબર આઝમ સતત પાંચમી વન-ડે મેચમાં ફ્લોપ રહ્યો હતો. તે ૧૫ બોલમાં માત્ર ૧૦ રન બનાવીને આઉટ થયો હતો. આ પહેલા પણ તેનું બેટ છેલ્લી ૪ મેચમાં રન નીકાળી શક્યું નથી. છેલ્લી વખત તેની શાનદાર બેટિંગ એશિયા કપમાં નેપાળ સામે જાેવા મળી હતી.
બાબર આઝમ પાકિસ્તાન માટે સતત ફ્લોપ થઈ રહ્યો છે. છેલ્લી પાંચ વન-ડે મેચોની વાત કરીએ તો એશિયા કપમાં બાંગ્લાદેશ સામે તેણે ૨૨ બોલમાં ૧૭ રન બનાવ્યા હતા. આ પછી ભારત સામેની સુપર ૪ મેચમાં તેણે ૨૪ બોલમાં ૧૦ રન બનાવ્યા હતા. ભારતે આ મેચ ૨૨૮ રને જીતી લીધી હતી. તે મેચમાં વિરાટ કોહલી અને કેએલ રાહુલે સદી ફટકારી હતી.
આ પછી બાબર આઝમ શ્રીલંકા સામે પણ ફ્લોપ રહ્યો હતો. તેણે મહત્વપૂર્ણ મેચમાં ૩૫ બોલમાં માત્ર ૨૯ રન બનાવ્યા હતા. શ્રીલંકાએ આ મેચ ૨ રને જીતી લીધી હતી. બાબર આઝમનું બેટ હજુ સુધી વર્લ્ડ કપમાં ચાલ્યું નથી. નેધરલેન્ડ જેવી નબળી ટીમ સામે પણ બાબર આઝમ ફ્લોપ રહ્યો હતો. તે મેચમાં બાબર ૧૮ બોલમાં માત્ર ૫ રન બનાવીને આઉટ થયો હતો.
જાેકે, પાકિસ્તાને તે મેચ ૮૧ રને જીતી લીધી હતી. તે મેચમાં મોહમ્મદ રિઝવાન અને સઈદ શકીલે સારી ઈનિંગ્સ રમી હતી. બાબર આઝમનું સતત ફ્લોપ પાકિસ્તાન માટે માથાનો દુખાવો બની શકે છે. છેલ્લી ૫ મેચમાં તેના બેટમાંથી માત્ર ૭૧ રન જ આવ્યા છે.SS1MS