મારા મૃત્યુ પછી મારી સંપત્તિ મારા પુત્ર અને પુત્રી વચ્ચે સમાન રીતે વહેંચવામાં આવશે: અમિતાભ બચ્ચન
મુંબઈ, તેમને બોલિવૂડના શહેનશાહ કહો કે એગ્રી યંગમેન કહો, તેમને સદીનો મેગાસ્ટાર કહો કે મહાનાયક… અમિતાભ બચ્ચન એક એવું નામ છે જેનો અવાજ લોકો આજે પણ વખાણે છે. આજે ૮૧ વર્ષના અમિતાભ બચ્ચને વર્ષ ૧૯૬૯માં બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. પહેલી જ ફિલ્મથી ન તો નામ આવ્યું કે ન તો ખ્યાતિ. બીજી ફિલ્મ માટે દેશના વડાપ્રધાન પાસેથી ભલામણ મળી, પરંતુ તેમને મૂંગા વ્યક્તિનો રોલ મળ્યો, આ ફિલ્મ ફરીથી ફ્લોપ સાબિત થઈ. પરંતુ એક્ટર બનવાનો ઝનૂન એવો હતો કે ૧૯૭૩માં કરિશ્મા થયો અને પાછળ વળીને જાેયું જ નહીં.
એક સમયે ૫૦૦ રૂપિયા કમાતા અમિતાભના જીવનમાં એક સમય એવો આવ્યો જ્યારે તેઓ એક-એક પૈસા માટે તલપાપડ હતા, પરંતુ હાર ન માની. તેમની મહેનતનું જ પરિણામ છે કે આજે તે ૩૦૦૦ કરોડથી વધુની સંપત્તિના માલિક છે. આજે લોકો અમિતાભ બચ્ચનના અવાજના દિવાના છે, ક્યારેક તે અવાજ માટે રિજેક્ટ થયા તો ક્યારેક એક્ટિંગમાં તેમની ઊંચાઈ નડી.
આજે અમિતાભ બચ્ચનના ખાસ દિવસે અમે તમને તેમની સાથે જાેડાયેલી એવી વાતો જણાવીએ છીએ, જે તમને જાણવામાં પણ રસ છે. જેમ કે તેઓ એક ફિલ્મ માટે કેટલો ચાર્જ લે છે? તેમની પાસે કેટલા બંગલા છે? તેમને કોઈ ધંધો છે કે નહીં? અને શું તેમણે તેમનું વિલ તૈયાર કરાવ્યું છે અને જાે હા તો તેમની વસિયતમાં કોનું નામ છે? છેલ્લા ૫૪ વર્ષમાં બિગ બીની ફિલ્મોની કમાણીમાં જબરદસ્ત વધારો થયો છે.
ઈન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, ૭૦ અને ૮૦ના દાયકામાં તે એક ફિલ્મ માટે ૫૦ હજારથી ૨૦ લાખ રૂપિયા લેતા હતા, પરંતુ આજે આ ફી પ્રતિ ફિલ્મ ૭-૧૦ કરોડ રૂપિયા છે. અમિતાભ બચ્ચન હાલમાં ‘જલસા’માં પરિવાર સાથે રહે છે. હાલમાં, અમિતાભ બચ્ચન પાસે પાંચ બંગલા છે, જેમાં પ્રતિક્ષા, જલસા, જનક અને વત્સનો સમાવેશ થાય છે.
આ સિવાય અમિતાભનું અલ્હાબાદમાં પૈતૃક ઘર પણ છે. બિગ બી પાસે ઘણી લક્ઝરી કાર પણ છે, જેમાં લેક્સસ, રોલ્સ રોયસ, મ્સ્ઉ અને મર્સિડીઝ જેવી કારનો સમાવેશ થાય છે. અમિતાભ બચ્ચને વસિયતનામું કર્યું, જાે હા તો કેવી રીતે થશે વિભાજન આ વાતનો ખુલાસો તેમણે એક ઈન્ટરવ્યુ દરમિયાન કર્યો હતો. બિગ બીએ કહ્યું હતું કે તે તેમના બે બાળકો વચ્ચે સમાન રીતે વહેંચવામાં આવશે.
તેમણે ‘કૌન બનેગા કરોડપતિ’ના એક એપિસોડમાં પણ આ જ વાત કહી હતી. અમિતાભે કહ્યું હતું કે, ‘મારા મૃત્યુ પછી મારી સંપત્તિ મારા પુત્ર (અભિષેક બચ્ચન) અને પુત્રી (શ્વેતા નંદા) વચ્ચે સમાન રીતે વહેંચવામાં આવશે. રિપોર્ટ્સ અનુસાર, અમિતાભ બચ્ચનની કુલ સંપત્તિ ૩૩૯૦ કરોડ રૂપિયા છે. અમિતાભ દર મહિને ૫ કરોડ રૂપિયા કમાય છે.SS1MS