Western Times News

Gujarati News

ઇશાન ટેક્નોલોજીસ 2026 સુધીમાં દેશભરમાં કર્મચારીઓની સંખ્યામાં 250 ટકાનો વધારો કરશે

કંપની વિવિધ ભૂમિકાઓ માટે ગુજરાતમાં 1200થી વધુ કર્મચારીઓની ભરતી કરશે

અમદાવાદ, સમગ્ર ભારતમાં મજબૂત ઉપસ્થિતિ ધરાવતા અગ્રણી આઇસીટી ગ્રૂપ ઇશાન ટેક્નોલોજીસે ભારત અને ગુજરાત માર્કેટ માટે તેની મહાત્વાકાંક્ષી વૃદ્ધિ યોજનાઓ જાહેરાત કરી છે. કંપનીના વિસ્તરણની યોજનાઓને સપોર્ટ કરવા તેણે દેશભરમાં 3000થી વધુ કર્મચારીઓની નિમણૂંક કરવાની યોજના બનાવી છે, જેમાંથી 40 ટકા ગુજરાતમાં હશે.  Ahmedabad based Ishan Technologies to increase Pan India headcount by more than 250% by 2026 to support its expansion plans.

કંપની રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, આઇટી અન નેટવર્કિંગ એન્જિનિયર્સ તથા એઆઇ અને એમએલમાં એડવાન્સ્ડ ટેક એક્સપર્ટ્સ જેવી ભૂમિકાઓ માટે કુશળ કર્મચારીઓની નિમણૂંક કરશે. તેનાથી વર્ષ 2026 સુધીમાં કંપનીની ક્ષમતા વધઈને 4700 કર્મચારીઓને પાર કરી જશે.

ઇશાન દેશભરમાં પ્રતિભા અને આર્થિક વિકાસને બળ આપવા માટે કટીબદ્ધ છે. હાલમાં કંપની પાસે 1,700 સમર્પિત પ્રોફેશ્નલ્સ છે. ઉલ્લેખનીય છે કે તેમાંથી 50 ટકા કર્મચારીઓ ગુજરાત સ્થિત છે. રાજ્યમાં કર્મચારીઓની સંખ્યા વધારવાની કટીબદ્ધતા સ્થાનિક લોકોને સશક્ત કરવાની કંપનીના સમર્પણને પ્રદર્શિત કરે છે.

સમગ્ર ભારતમાં 10,000 એન્ટરપ્રાઇઝ અને ગુજરાતમાં 75,000થી વધુ રિટેઇલ ગ્રાહકોના વિશાળ આધાર સાથે ઇશાન નેટવર્ક સિસ્ટમ, સિસ્ટમ ઇન્ટિગ્રેશન, ડેટા સેન્ટર અને ક્લાઉડ સર્વિસિસ એન્ડ સાઇબરસિક્યુરિટી સર્વિસિસના ચાર સ્તંભો સાથે ઇન્ટરનેટ સર્વિસિસ અને આઇટી સર્વિસિસ ઓફર કરે છે. કંપનીએ એન્ટરપ્રાઇઝને ક્લાઉડ ઇન્ટરકનેક્ટ ઓફર કરવા ગુગલ અને એડબલ્યુએસ જેવાં અગ્રણી ક્લાઉડ પ્રોવાઇડર્સ સાથે ભાગીદારી કરી છે.

કંપની ગુજરાત ભારતનેટ જેવાં પ્રોજેક્ટ્સની સ્થાપના તેમજ રાજ્યમાં 16000 કિમી લાંબા ફાઇબર ઓપ્ટિક નેટવર્કના ટ્રાન્સપોર્ટ અને મેન્ટેનન્સનો પ્રભાવશાળી ટ્રેક રેકોર્ડ ધરાવે છે, જે  રાજ્યવ્યાપી કનેક્ટિવિટીમાં વધારો કરવાનું તેનું યોગદાન દર્શાવે છે.

ડિજિટલ અંતરને દૂર કરવા ઇશાન ટેક્નોલોજી ઓછી સેવાઓ ધરાવતા પ્રદેશોમાં ઇન્ટરનેટ સેવાઓના વિસ્તરણ માટે ભારતનેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો લાભ લેવા માગે છે. સમગ્ર ભારતમાં ઇશાન કે-ફોન (કેરળ ફાઇબર ઓપ્ટિક નેટવર્ક)ને ઇન્ટરનેટ કનેક્ટિવિટી પ્રદાન કરે છે તથા તમિળ નાડુમાં તેણે ટ્રાન્સપોર્ટ નેટવર્ક વિકસાવ્યું છે.

ઇશાન ટેક્નોલોજીસના ચેરમેન અને એમડી પિંકેશ કોટેચાએ પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, “અમે ઉજ્જવળ ભાવિની દિશામાં અમારી સફરમાં આગળ વધી રહ્યાં છીએ ત્યારે અમે દેશવ્યાપી વૃદ્ધિગાથાને બળ આપવા તથા દેશના યુવાનો માટે તકો વધારવા મક્કમ છીએ.

અમારી વિસ્તરણ યોજનાઓ ઇન્ટરનેટ સર્વિસિસમાં રોકાણ, એજ ડેટા સેન્ટર્સ અન ક્લાઉડ સ્કિલના વિકાસ તથા મેનેજ્ડ સિક્યુરિટી સર્વિસિસ ઓફર કરવા ઉપર કેન્દ્રિત છે. ઇશાન ટેક્નોલોજીસ દેશભરમાં ડિજિટલ પરિવર્તન લાવવા માટે સમર્પિત છે તેમજ આ પ્રગતિ દ્વારા બિઝનેસિસ, સરકારી સંસ્થાનો અને વ્યક્તિઓને જરૂરી ટુલ્સ અને ટેક્નોલોજીથી સશક્ત કરવા માગે છે.”

ઇશાન ટેક્નોલોજીસે ભારતમાં 10થી વધુ સ્માર્ટ સિટીના વિકાસમાં યોગદાન આપ્યું છે. સુરત “સુમન આઇ પ્રોજેક્ટ”, રાજકોટનો “આઇ વે પ્રોજેક્ટ” અને ગુજરાત પોલીસ “વિશ્વાસ પ્રોજેક્ટ” (વિડિયો ઇન્ટિગ્રેશન એન્ડ સ્ટેટ વાઇડ એડવાન્સ્ડ સિક્યુરિટી) કેટલાંક પ્રોજેક્ટ્સ છે કે જેને ઇશાન ટેક્નોલોજીસે સેફ સિટી સર્વેલન્સ પહેલના ભાગરૂપે સફળતાપૂર્વક હાથ ધર્યાં છે. તેની કામગીરીમાં ઇન્ટરનેટ સર્વિસિસ, સર્વેલન્સ, સર્વર ઇનફ્રાસ્ટ્રક્ચર, ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (આઇઓટી) વગેરે સામેલ છે.

ઇશાન ટેક્નોલોજીસે “એપીએમસી-ઇ નામ પ્રોજેક્ટ” સહિતના વિવિધ ડિજિટાઇઝેશન પ્રોજેક્ટનું નેતૃત્વ કર્યું છે તથા ગુજરાત હાઇકોર્ટને ઇ-કોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અપગ્રેડ થવામાં પણ સહયોગ કર્યો છે. ખાનગીક્ષેત્રમાં ઇશાન ટેક્નોલોજીસને ભારતની છ આઇઆઇએમ દ્વારા પસંદ કરાઇ છે તથા તેણે અગ્રણી બ્રોકિંગ હાઉસ, શૈક્ષણિક સંસ્થાનો, ફાર્માસ્યુટિકલ કંપનીઓ તથા ડાયમંડ ઇન્ડસ્ટ્રી વગેરે સાથે પણ કામ કર્યું છે. તેના ગ્રાહકો રિટેઇલ, એન્ટરપ્રાઇઝ અને સરકારી ક્ષેત્રોમાં છે.

કંપની મુંબઇમાં પોતાનું અપટાઇમ ટિયર 3 સર્ટિફાઇડ ડેટા સેન્ટર પણ લોંચ કરવા માટે સજ્જ છે. આ ઉપરાંત ઇશાન ટેક્નોલોજીસના રોડમેપમાં ગ્રામીણ વિસ્તારોમાં ઇન્ટરનેટ અને ટેક્નોલોજીને વધુ વાજબી અને સુલભ બનાવવા ઉપર પણ ભાર મૂકાયો છે, જેથી ડિજિટલ સમાવેશકતાને બળ આપી શકાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.