તમિલનાડુ અને રાજસ્થાનમાંથી અમદાવાદ લવાયો 1 કરોડના શંકાસ્પદ બટર-ચીઝનો જથ્થો
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી કરતાં ૧ કરોડની કિંમતનો શંકાસ્પદ બટર અને ચીઝનો જથ્થો ઝડપી પાડ્યો છે. પીપળજ ખાતે કોલ્ડસ્ટોરેજમાં જથ્થો રાખવામાં આવ્યો હતો. તમિલનાડુ અને રાજસ્થાન સહિત અલગ અલગ રાજ્યોમાંથી જથ્થો લવાયો હોવાનું સામે આવ્યું છે. બટરનો જથ્થો સીઝ કરી સેમ્પલ લેબમાં મોકલાયા છે.
આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી કરતાં ૧ કરોડની કિંમતનો શંકાસ્પદ બટર અને ચીઝનો જથ્થો ઝડપી પાડ્યો છે. પીપળજ ખાતે કોલ્ડસ્ટોરેજમાં જથ્થો રાખવામાં આવ્યો હતો. તમિલનાડુ અને રાજસ્થાન સહિત અલગ અલગ રાજ્યોમાંથી જથ્થો લવાયો હોવાનું સામે આવ્યું છે. બટરનો જથ્થો સીઝ કરી સેમ્પલ લેબમાં મોકલાયા છે.
આ જથ્થો અમદાવાદ સહિત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં મોકલવાના હોવાની માહિતી સામે આવી છે. કોલ્ડસ્ટોરેજમાંથી બટર અન્ય જગ્યાએ મોકલે તે પહેલા છસ્ઝ્ર આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડીને શંકાસ્પદ ૬૦૦ ટન બટર અને ચીઝનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.
અગાઉ મહેસાણામાંથી ઝડપાયેલ શંકાસ્પદ બટરના જથ્થા બાદ શંકા જતાં બાતમીના આધારે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન પીપળજના દેવરાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલા કોલ્ડસ્ટોરેજમાંથી શમંકાસ્પદ ૬૦૦ ટન બટર અને ચીઝનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. જેની અંદાજે કિંમત ૧ કરોડ આંકવામાં આવી છે.