જમીનનું બોગસ પેઢીનામું અને મરણના દાખલા બનાવી જમીન વેચાણ કરતા ફરિયાદ
(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા તાલુકાની નાની કાંટડી ગામે આવેલી જમીન બાબતે આરોપીઓએ ખોટું પેઢીનામુ બનાવી તે પેઢીનામાં માં દર્શાવેલ માણસોના ખોટા મરણ પ્રમાણપત્રો બનાવી તેના સાચા તરીકે ઉપયોગ કરી જમીન ખરીદ અને વેચાણ કરતા કુલ ૧૧ ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી.
દાહોદ શહેરના ખુરશેદ સોરાબજી ભેસાણીયા (પારસી) એ ગોધરા શહેર બી ડિવિજન પોલીસ મથકે પોતાની ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓ ડેલઝાડ રોહિંન્ટન અંકલેશ્વરિયા, ગોપીપુરા, પારસીવાડ, સુરત તેમજ બિનીત શૈલેષભાઈ નાણાવટી,રફીક એહમદ ઇબ્રાહિમ મલેક,ઇકબાલ એહમદ મેદા એ પૂર્વ આયોજિત કાવતરું રચી આર્થિક લાભ મેળવવાના હેતુથી
અમારી ગોધરા તાલુકાના નાની કાંટડી ગામે આવેલી રેવન્યુ સર્વે નંબર ૪૨/૩ પૈકી ૫૧ ની જમીન સબંધે ખોટું પેઢીનામું બનાવી તે પેઢીનામા માં દર્શાવેલ માણસોના ખોટા મરણ પ્રમાણપત્રો બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી અન્ય ગોધરાના આરોપીઓ સાદિક અબ્દુલ રઝઝાક અંધી,સહલ સાદિક અંધી, લુકમાન સાદિક અંધી,ખાલીદ અબ્દુલ રઝઝાક અંધી, કાસીમ અબ્દુલ રઝઝાક અંધી,
તાહિર અબ્દુલ રઝઝાક અંધી, ઉંમર ફારુક અબ્દુલ રઝઝાક અંધી નાઓને સસ્તામાં જમીન વેચાણ કરી તેમજ તેઓના ખોટા પેઢીનામા તથા ખોટી વારસાઈ થયા અંગેની જાણ હોવા છતાં સસ્તામાં જમીન ખરીદ કરવાનો ઈરાદો પાર પાડતા આ મામલે પોલીસે ફરિયાદી ની ફરિયાદ નાં આધારે તમામ આરોપીઓ સામે પોલીસ મથકે ફરિયાદ નોંધી વધુ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.