દેશભરના 300 શહેરોમાં જ્વેલરી શોપિંગ ફેસ્ટિવલ યોજાશે
GJC દ્વારા સૌથી મોટો ઇન્ડિયા જ્વેલરી શોપિંગ ફેસ્ટિવલ- ૨૦૨૩નો શુભારંભ
અમદાવાદ, ઓલ ઈન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલ (GJC), જે જ્વેલરી ઉત્પાદકો, જથ્થાબંધ વેપારીઓ, છૂટક વિક્રેતાઓ અને નિકાસકારોને એકસાથે એક ફલક ઉપર લાવે છે, તેમણે આજે અમદાવાદમાં જ્વેલરી શોપિંગ ફેસ્ટિવલના શુભારંભની ઘોષણા કરી હતી. ૧૫મી ઓક્ટોબરથી ૨૨મી નવેમ્બર દરમિયાન દેશભરના 300 શહેરોમાં આ ફેસ્ટિવલ યોજાશે. ડિવાઇન સોલિટેર્સ આ ઇવેન્ટના ‘પાવર્ડ બાય’ સ્પોન્સર્સ છે.
આ ફેસ્ટિવલ B2B અને B2C સેગમેન્ટ બંને માટે લાભ દાયક રહેશે જેમાં બિઝનેસના માલિકો એનરોલમેન્ટ ફી ચૂકવીને તેમના માટે ઉપલબ્ધ સબસ્ક્રિપ્શન પ્લાનમાંથી એક પસંદ કરી ફેસ્ટિવલમાં ભાગ લઇ શકે છે. રૂા.૨૫૦૦૦ની કિંમતની કોઈપણ ખરીદી ઉપર એક નિશ્ચિત કૂપન અને લિમિટેડ એડિશનનો વિશેષ ચાંદીનો સિક્કો પ્રાપ્ત કરી શકાશે. વિજેતાઓને ૩૫ કરોડ રૂપિયાના દાગીના મળશે.
૫૦૦૦ કૂપનના દરેક સેટ પર ૨૫ ગ્રામ સોનાનો સિક્કો જેવા અન્ય આકર્ષક પુરસ્કારો પણ છે. અન્ય ભેટોમાં ૧ કિલો સોનાના ૫ ઈનામો, ૧૦ લાખની કિંમતના જાડાઉ જ્વેલરીના ૫ ઈનામો, ૧૦ લાખની કિંમતની ટેમ્પલ જ્વેલરી ૫ ઈનામો, ૫ લાખની કિંમતના હીરા અને પ્રેશિયસ સ્ટોન જડિત જ્વેલરીના ૧૦ ઈનામ, ૧૦ સોનાના દાગીના ઇનામ.
જેમની પ્રત્યેકની કિંમત ૨.૫ લાખ અને ડિવાઇન સોલિટેયર્સ તરફથી હીરા જડિત સોનાના સિક્કાના ૧૦૦ ઈનામો. દિનેશ જૈન, ય્ત્નઝ્ર ડિરેક્ટર અને ૈંત્નજીહ્લ કન્વિનર, તેમણે જણાવ્યું હતું કે “ૈંત્નજીહ્લ ૨૦૦ થી વધુ શહેરોમાં ભાગ લેનારા ૩૦૦૦ રિટેલર્સ દ્વારા રૂ.૧,૨૦,૦૦૦ કરોડનો બિઝનેસ જનરેટ કરવાની અપેક્ષા રાખે છે. આ લગભગ ૩૦-૩૫% ની બિઝનેસ વૃદ્ધિ સૂચવે છે. આ તહેવારથી જ્વેલરી ઉદ્યોગમાં રોજગારીની મોટી તકો ઉભી થવાની પણ અપેક્ષા છે.