Western Times News

Gujarati News

અરીજીતસિંઘના ધમાકેદાર પર્ફોર્મન્સથી સ્ટેડિયમમાં પ્રેક્ષકો રોમાંચીત

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દર્શકોને સવારે 10 વાગ્યાથી જ પ્રવેશ આપવાની શરૂઆત થઈ હતી. ભારત અને પાકિસ્તાનની મેચ પહેલા બપોરે 12-30 વાગ્યે ધમાકેદાર સેરેમની યોજાઈ હતી. જેમાં અરીજીત સિંઘે ખુલ્લી ગાડીમાં ગીટાર લઈને ગીત ગાયુ હતું. સુનિધી ચૌહાણે પણ તેના ગીતથી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.  આ ઉપરાંત અન્ય કલાકારોએ પણ પર્ફોર્મ કર્યુ હતું.

અમદાવાદમાં આજે સવારથી જ પોલીસ બંદોબસ્ત ચુસ્ત કરી દેવામાં આવ્યો છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતની ફોજ સ્ટેડિયમ અને તેની આસપાસ ગોઠવાઈ ગઈ છે.

સ્ટેડિયમમાં પ્રવેશ માટે પણ લેયર વાઈઝ પ્રવેશ મેળવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સુરક્ષાને ધ્યાને લઈને એક કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો છે. જ્યાંથી તમામ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે.

જે લોકો સ્ટેડિયમમાં જઈ શક્યા નથી તે લોકો ઘરમાં કે ઓફિસમાં ટીવીની સામે ગોઠવાઈ ગયા છે.

જેમાં બોલીવુડના સિંગર્સ અરિજિત સિંહ, સુખવિંદર સિંહ સહિતના કલાકારો પરફોર્મ કરી દર્શકોનું મનોરંજન કરશે. મેચનો ટોસ તેના નિર્ધારિત સમયે એટલે કે બપોરે 1-30 વાગ્યે થયો હતો.

જેમાં ભારતે ટોસ જીતી પહેલી બોલીંગ લેવાનું નક્કી કર્યુ હતું. ભારત-પાકિસ્તાનની હાઈવોલ્ટેજ મેચ ચાલી રહી છે. ત્યારે સ્ટેડિયમમાં સવારથી બપોરે 4 વાગ્યા સુધીમાં 150 લોકો ગભરામણ, ચક્કર આવવાની સાથે પડી ગયા હતા.

108 ઇમર્જન્સી સેવા દ્વારા તેમને સારવાર આપવામાં આવી હતી. 4 લોકોને વધુ સારવારની જરૂર પડતાં 108માં નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

હાઈવોલ્ટેજ મેચ એવી ભારત અને પાકિસ્તાનની મેચને લઈને આજે અમદાવાદ જુસ્સા સાથે સ્ટેડિયમ તરફ આગળ વધી રહ્યું છે. આ સાથે દેશ વિદેશના ક્રિકેટ ચાહકો પણ અમદાવાદ પહોંચ્યા હતા. સ્ટેડિયમ પ્રેક્ષકોથી ખચાખચ ભરાઈ ગયું હતું.

અમદાવાદની મેટ્રો ટ્રેન હાલ ખીચોખીચ ચાલી રહી છે. અંદર પગ મૂકવાની પણ જગ્યા નથી. જ્યારે મેટ્રોમાં બેસવા માટે પણ બીજી ટ્રેનની રાહ જોવી પડી રહી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ જાતે જ ટ્રેનની મુસાફરી કરી પરિસ્થિતિ જાણી હતી.

ભારત-પાકિસ્તાનનો મહામુકાબલો જોવા દુનિયાભરથી ક્રિકેટપ્રેમીઓ અમદાવાદ પહોંચી રહ્યા છે. અમદાવાદમાં તહેવાર જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ક્રિકેટ પ્રેમીઓ સ્ટેડિયમની બહાર તિરંગા સાથે જોવા મળી રહ્યા છે. તો કેટલાક લોકોએ ચેહરા પર તિરંગા બનાવ્યા છે.

આજે અમદાવાદમાં ભારત-પાકિસ્તાનનો વર્લ્ડ કપ 2023નો મહામુકાબલો રમાનાર છે ત્યારે આ હાઈ વોલ્ટેજ મેચ માટે વર્લ્ડ કપ 2023ના બ્રાન્ડ એમ્બેસેડર અને પૂર્વ દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકર અને સિંગર અરિજિત સિંઘ અમદાવાદ આવી પહોંચ્યા છે. આ સાથે ભારતના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માનું પણ આગમન થયું છે. હાલ ક્રિકેટ સ્ટેડિયમની બહાર ક્રિકેટ પ્રેમીઓનો જમાવડો શરુ થઈ ગયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.