અવાડા ગ્રૂપે ઓડિશામાં એનર્જી ટ્રાન્ઝિશન પ્રોજેક્ટ્સને ફાઇનાન્સ કરવા REC સાથે હાથ મિલાવ્યાં
મુંબઇ, ભારતમાં એનર્જી ટ્રાન્ઝિશન ક્ષેત્રે નોંધપાત્ર ઉપસ્થિતિ ધરાવતી અગ્રણી બિઝનેસ એન્ટરપ્રાઇઝ અવાડા ગ્રૂપ (www.avaada.com)એ આરઇસી લિમિટેડ સાથે સમજૂતી કરાર ઉપર હસ્તાક્ષર કર્યાં છે. અવાડા ગ્રૂપે ભારતના ઓડિશામાં તેના એનર્જી ટ્રાન્ઝિશન પ્રોજેક્ટ્સને ફાઇનાન્સ કરવા માટે આ ભાગીદારી કરી છે.
વનેશ્વરમાં ઓડિશા સરકારના ઉદ્યોગ વિભાગના અગ્ર સચિવ હેમંત કુમાર શર્માની ઉપસ્થિતિમાં એમઓયુ ઉપર હસ્તાક્ષર કરાયા હતાં, જેમાં કુલ રૂ. 15,000 કરોડની રકમ માટે સમજૂતી થઇ છે.
આ ભાગીદારી હરિત ઉર્જા તરફ ટ્રાન્ઝિશનને વેગ આપવા ઉપર કેન્દ્રિત છે તેમજ ગ્રીન હાઇડ્રોજન અને તેની ડેરિવેટિવ્ઝના ઉત્પાદન માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે પોતાની જાતને સ્થાપિત કરવાના ભારતની આકાંક્ષાઓને સહયોગ કરવાનો છે. ટકાઉ ઉર્જાની માગમાં વધારા સાથે ઓડિશાએ ડિકાર્બનાઇઝેશનને પ્રોત્સાહન આપવા ઉપર ધ્યાન આપતાં ઉર્જા ક્ષેત્રે રોકાણ આકર્ષિત કરવા સહિતના વિવિધ પ્રયાસો હાથ ધર્યાં છે.
અવાડા ગ્રૂપના ચેરમેન વિનિત મિત્તલે આ ભાગીદારી વિશે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, “મને જાહેરાત કરતાં ખુશી થાય છે કે અમે આરઇસી લિમિટેડ સાથે એમઓયુ ઉપર હસ્તાક્ષર કર્યાં છે, જે વર્ષ 2070 સુધીમાં નેટ ઝિરો હાંસલ કરવાની ભારતની કટીબદ્ધતાને મજબૂત કરવામાં મદદરૂપ બનશે.
અમે રિન્યૂએબલ એનર્જી અને ગ્રીન મોલેક્યુઅલ બિઝનેસ ટ્રાન્ઝેક્શન તથા મજબૂત પહેલો માટે સહાયરૂપ બનવા બદલ ઓડિશા સરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ, જેના કારણે તે ટકાઉ વૃદ્ધિ માટેનું આદર્શ કેન્દ્ર બન્યું છે. આ એન્ટરપ્રાઇઝ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા એ માન્યતાથી ઉદ્દભવે છે કે ગ્રીન એનર્જીને અપનાવવી એ માત્ર આપણા ભવિષ્ય માટે જ જરૂરી નથી
પરંતુ વિશ્વમાં સકારાત્મક પરિવર્તન માટે એક શક્તિશાળી ઉત્પ્રેરક પણ છે. આ ભાગીદારી ઓડિશામાં અમને રિન્યૂએબલ એનર્જી પ્રોજેક્ટ્સને સતત ફાઇનાન્સ પૂરું પાડવા માટે સક્ષમ કરશે, જે રાજ્યના ટકાઉ વિકાસમાં યોગદાન આપવાની સાથે-સાથે ભારત અને વિશ્વભરમાં અમારી રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે ઉપસ્થિતિને મજબૂત કરશે.”