Western Times News

Gujarati News

2000ની નોટ બદલવા RBI પર નાગરિકોની લાંબી કતાર લાગી

લોકો સુરત, બરોડા, ભરૂચ, રાજકોટ સહિતના ગુજરાતના વિવિધ શહેરોમાંથી લોકો અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પર ૨૦૦૦ની નોટ બદલાવવા પહોંચ્યા હતા.

(એજન્સી)અમદાવાદ, શું તમારી પાસે હજુ પણ ૨૦૦૦ની નોટો પડી રહી છે? ક્યાંય પાકીટમાં, કબાટમાં કે પોટલીમાં નોટો છુપાવીને રાખી હોય તો કાઢી નાંખજાે. આરબીઆઈએ નોટો જમા કરાવવા માટે આપ્યો છે વિકલ્પ. અગાઉ ૭ ઓક્ટબરે બે હજારની નોટો જમા કરાવવાની છેલ્લી તારીખ અપાઈ હતી.

જાેકે, આરબીઆઈએ હજુ પણ નોટો જમા કરાવવા વિકલ્પ આપ્યો છે. આજે અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પર સુરત, વડોદરા, રાજકોટ સહિત રાજ્યભરમાંથી લોકો નોટો બદલવા માટે ઉમટી પડ્યાં હતાં.બેંકની બ્રાન્ચમાં નોટ બદલવાની તારીખ ૭ ઓક્ટોબર આપવામાં આવી હતી.

લોકો સુરત, બરોડા, ભરૂચ, રાજકોટ સહિતના ગુજરાતના વિવિધ શહેરોમાંથી લોકો અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પર ૨૦૦૦ની નોટ બદલાવવા પહોંચ્યા હતા.

રાજ્યની આરબીઆઈની ૧૯ શાખાઓમાં જઈને લોકો આ નોટ બદલાવી શકશે.લોકો દૂર દૂરથી અહીં નોટો બદલાવવા માટે અહીં આવી રહ્યાં છે. તેથી નોટો બદલવા માટે દૂર દૂરથી લોકો નોટોની થેલીઓ ભરી ભરીને અમદાવાદની આરબીઆઈમાં દોડી આવ્યાં હતાં. ભારે તડકાની વચ્ચે પણ લોકો લાંબી લાંબી કતારોમાં ઉભા રહ્યાં હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.