અભિનેતા શાહરૂખ ૬૦૦૦ કરોડ રૂપિયાનો માલિક છે

મુંબઈ, બોલિવૂડના કિંગખાન અને કરોડો ફેન્સના દિલો પર રાજ કરનાર સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મો સુધીની સફર અનેક ઉતાર ચઢાવોથી ભરેલી રહી છે. શાહરૂખ ખાને પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત ટેલિવિઝનથી કરી હતી અને ધીમે ધીમે પોતાની સખત મહેનત સાથે ત્યાંથી વર્ષ ૧૯૯૨માં તે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સુધી પહોંચ્યો હતો. શાહરૂખ આજે એક ગ્લોબલ સ્ટાર છે.
આપને જાણીને આશ્ચર્ય થશે કે, વર્ષ ૨૦૧૪માં તેને વિશ્વનો બીજાે સૌથી ધનવાન એન્ટરટેઇન્મેન્ટ પર્સનાલિટી જાહેર કરાયો હતો. શાહરૂખે પોતાના કરિયરની શરૂઆત ભલે માત્ર એક એક્ટર તરીકે કરી હોય, પરંતુ તેણે પોતાની આવડત અને સમજ દ્વારા વિવિધ બિઝનેસમાં પણ પોતાની અલગ ઓળખ મેળવી છે. શાહરૂખ ખાન સૌથી ધનવાન બોલિવૂડ સ્ટાર છે તેમાં કોઇ શંકાને સ્થાન નથી.
ઘણા અહેવાલો અનુસાર, શાહરૂખ ખાનની અંદાજીત નેટવર્થ રૂ.૬૦૦૦ કરોડથી પણ વધારે છે. તો ચાલો જાણીએ શાહરૂખ આટલી સંપત્તિ કઇ રીતે કમાય છે. શાહરૂખ ખાન પોતાની એક ફિલ્મ માટે બોલિવૂડના અન્ય સિતારાઓ કરતા સૌથી વધારે ફી ચાર્જ કરે છે, જાેકે આ અંગે કોઇ સ્પષ્ટ આંકડો જાણી શકાયો નથી.
પરંતુ પઠાન ફિલ્મ માટે તેણે ૨૦૦ કરોડ રૂપિયા ફી ચાર્જ કરી હતી અને તેની હાલમાં જ આવેલી ફિલ્મ જવાન માટે તેણે ૧૦૦ કરોડ રૂપિયા લીધા હતા. જાેકે, તે આ ફિલ્મના પ્રોડ્યુસર્સ પૈકી એક છે, તેથી તેણે ફિલ્મના પ્રોફિટમાંથી ૬૦ ટકા હિસ્સો પણ શેર કર્યો હતો.
શાહરૂખ ખાન ક્રિકેટ ફિલ્ડમાં પણ હાથ અજમાવી રહ્યો છે અને તેની પાસે આઇપીએલ ટીમ કોલકતા નાઇટ રાઇડર્સ પણ છે. સિયાસત ડેઇલીના એક રીપોર્ટ અનુસાર, આ આઇપીએલ ટીમની કિંમત રૂ.૯૦૦૦ કરોડ છે. તેણે ૧૦૦૦ કરોડથી વધુના કમ્બાઇન બોક્સ-ઓફિસ સાથે મૈં હૂં ના, ઓમ શાંતિ ઓમ, ચેન્નાઇ એક્સપ્રેસ, હેપ્પી ન્યૂ યર અને જવાન જેવી કેટલીક સૌથી સફળ ફિલ્મો બનાવી છે.
શાહરૂખ ખાન તમને ટૂથપેસ્ટથી માંડીને કાર, મોબાઇલ ફોન અને પેન સુધીની જાહેરાતોમાં જાેવા મળશે. અભિનેતાએ બજારની લગભગ દરેક પ્રોડક્ટને એન્ડોર્સ કરી છે અને તે પ્રત્યેક એન્ડોર્સમેન્ટ દીઠ આશરે ૪-૫ કરોડ રૂપિયા ચાર્જ કરે છે.
આ ફિલ્મે ૧ ઓક્ટોબરના રોજ લગભગ ૧૨ કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને હાલમાં તે કુલ ૬૧૦ કરોડ રૂપિયા (તમામ વર્ઝન સાથે) કમાઇ ચૂકી છે. હાલની પરિસ્થિતિ પર નજર કરીએ તો આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પોતાના ૫માં વીકએન્ડના અંત સુધીમાં ૬૫૦ કરોડને પાર કરી જાય તેવી શક્યતા છે. આ ફિલ્મે ૬૦૦ કરોડના ક્લબની શરૂઆત કરી છે અને હવે ૭૦૦ કરોડના ક્લબમાં સામેલ થવા તરફ વધી રહી છે.SS1MS