બારીક મિરર વર્ક સાથે બાંધણી દુપટ્ટો મારો ફેવરીટ છેઃ ગીતાંજલી મિશ્રા

ટીવી કલાકારો આ નવરાત્રિમાં સ્ટાઈલની ખૂબીઓ વધારવા ટિપ્સ આપે છે!
નવરાત્રિનો તહેવાર રાષ્ટ્રભરમાં પુરજોશમાં ખીલી ઊઠ્યો છે ત્યારે કાર્યક્રમ સ્થળે શ્રેષ્ઠ દેખાવા સાથે સ્વર્ણિમ વસ્ત્રોમાં ગરબાનાં ગીતો પર ઝૂમવાનો રોમાંચ પડકારજનક બની શકે છે. આને અનુલક્ષી એન્ડટીવી પર અગ્રણી મહિલાઓ તેમના ફેસ્ટિવના વોર્ડરોબમાં ઝાંખી કરાવવા સાથે આ નવરાત્રિમાં તમારી સ્ટાઈલની ખૂબીઓ વધારવા માટે અમુક ટ્રિક્સ અને ટિપ્સ આપે છે. આમાં મનીષા અરોરા (મહુઆ, દૂસરી મા), ગીતાંજલી મિશ્રા (રાજેશ, હપ્પુ કી ઉલટન પલટન) અને શુભાંગી અત્રે (અંગૂરી ભાભી, ભાભીજી ઘર પર હૈ)નો સાવેશ થાય છે.
દૂસરી માની મનીષા અરોરા ઉર્ફે મહુઆ કહે છે, “મને ચણિયા ચોળી જેવા ભારતીય પોશાક તમારા ડાન્સ મુવ્ઝ બતાવવા માટે ઉત્તમ પસંદગી લાગે છે. આઉટફિટમાં મિરર વર્કનો ઉમેરો ડ્રેસ અને એકંદર લૂકને બહેતર બનાવીને નવરાત્રિ દરમિયાન પહેરવા માટે તેને અનુકૂળ પસંદગી બનાવે છે.
મારા મતે સ્ટાઈલિશ ઈન્ડો- વેસ્ટર્ન આઉટફિટ્સ મારા વ્યક્તિત્વમાં મનોહરતા અને વિશેષ મોહકતા લાવે છે. ઉપરાંત આ ફ્યુઝન સ્ટાઈલ વિવિધ આઉટફિટ સ્ટાઈલ્સ સાથે સંયોજન અને અજમાયશ કરવા માટે અસીમિત શક્યતાઓ ઓફર કરે છે. આ વર્ષે હું રિફાઈન્ડ અને ચિક દેખાવ માટે મનોહર શરારા સાથે સ્ટાઈલિશ હોલ્ટર અથવા ટર્ટલનેક ક્રોપ ટોપની જોડી બનાવવા માગું છું. ઉપરાંત ધોતી સ્ટાઈલ પાયજામા સાથે કુરતા અપનાવવાથી લૂક ઉત્તમ દેખાવા સાથે ભારે લેંઘા કે સાડીઓની અસુવિધા વિના રમવા દરમિયાન કમ્ફર્ટની પણ ખાતરી રાખે છે.”
હપ્પુ કી ઉલટન પલટનની ગીતાંજલી મિશ્રા ઉર્ફે રાજેશ કહે છે, “નવરાત્રિના રંગો પર આ સિરીઝમાં મને બધા નવ દિવસ માટે કલર કોડ ગમે છે. રીતરસમો, ઉપવાસ અને ફેસ્ટિવ મૂડ સાથે હું ચોક્કસ રંગમાં રોજ સજવા માટે કોઈક રીતે સમજ કાઢું છું.
દાંડિયા નાઈટ દરમિયાન હું સ્ટાઈલના સ્પર્શ સાથે પારંપરિક મનોહરતા પ્રદર્શિત કરવાની તક ઝડપી લઉં છું. હું ભારપૂર્વક માનું છું કે સમકાલીન લૂક નિર્માણ કરવા સમયે યોગ્ય ફેબ્રિક્સ અને ટ્રેન્ડિંગ કલર કોમ્બિનેશન્સ પસંદ કરવાનું મહત્ત્વપૂર્ણ હોય છે. બારીક મિરર વર્ક સાથે ઘાગરો ચોળી હોય કે બાંધણી દુપટ્ટો અને કમર પટ્ટા સાથે સિંપલ બ્લેક એન્ડ વ્હાઈટ કુરતો હોય, હું ઉત્તમ ફેસ્ટિવ લહેર જાગૃત કરવા ભાર આપું છું.
આ સીઝન દરમિયાન મારા આઉટફિટ્સ સાથે અજમાયશ કરવાનું મને ખરેખર બહુ ગમે છે. હું માનું છું કે વિચારપૂર્વક મારા પોશાક સાથે એસેસરીઝ ધારણ કરવાથી મારો લૂક વધુ દીપી ઊઠે છે. હું મારાં આઉટફિટ્સને પૂરક ઝૂમખા, બંગડીઓ અને હાર સહિત મારી પારંપરિક જ્વેલરીને પેર કરવા માગું છું. સુંદર દેખાવ ધ્યાનમાં રાખીને મિક્સ એન્ડ મેચ કરવા મારે માટે આ આદર્શ સમય છે.”
ભાભીજી ઘર પર હૈની શુભાંગી અત્રે ઉર્ફે અંગૂરી ભાભી કહે છે, “ગરબાના ડ્રેસ પાછળ મુખ્ય વિચાર પોતાનો અવતાર સ્વર્ણિમ અને રંગબેરંગી હોય તે છે. અંગત રીતે મારું પાત્ર અંગૂરી અને મારા પોતાના માટે ચણિયા ચોળી સમકાલીન અને ક્લાસિક પસંદગી છે.
તે મેચિંગ બ્લાઉઝ અને દુપટ્ટા સાથે પેર કરેલું ફ્લેર્ડ સ્કર્ટ વિશિષ્ટ લાગે છે, જે સર્વ સ્વર્ણિમ રંગછટા અને અસલી ભરતકામ સાથે શોભે છે. કપાળે ચાંદરો, આકર્ષક બંગડીઓ, હાર અને ઝૂમખા સાથે લૂકને પૂરક બનાવો અને મેકઅપનો સ્પર્શ ઉમેરો. હાલમાં મેં પટોલા સાડીઓમાં વિશેષ રસ વિકસાવ્યો છે.
આ નાજુક ગૂંથેલી સિલ્કની સાડીઓ ઘણા બધા સુંદર રંગો અને મંત્રમુગ્ધ કરનારી પેટર્ન્સ સાથે શોભે છે. ગુજરાતી સ્ટાઈલમાં પહેરવામાં આવે ત્યારે તે તમને મનોહરતા સાથે નૃત્ય કરવા માટે તૈયાર કરે છે. મારી વાત માનો તો ઉત્તમ નવરાત્રિ આઉટફિટ નૃત્ય, હાસ્ય અને યાદોથી ભરચક રાત્રિ માટે તમારી ટિકિટનું કામ કરશે અને આજીવન યાદગાર બની જશે. તો, દાંડિયા રાત જોરશોરથી માણો અને બધાને આ નિમિત્તે નવરાત્રિની શુભેચ્છા!