રાજકોટમાં નાની વયે હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મોત
રાજકોટ, નાની વયે હાર્ટ એટેકથી મોતનો સિલસિલો ગુજરાતમાં યથાવત છે. રાજકોટમાં વધુ એક યુવાકનનો જીવ હાર્ટ એટેકેને કારણે ગયો છે. શહેરની ભાગોળે આવેલા નવાગામ આણંદપર ગામના વિપુલ રતિલાલ નામનાં ૩૨ વર્ષના યુવાનનું મૃત્યુ હાર્ટ એટેકને કારણે થયું છે. યુવાનના મૃત્યુને લઈને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
રાજકોટમાં છેલ્લા આઠ દિવસથી દરરોજ એક-બે યુવાનનાં હાર્ટ એટેકનાં કારણે મૃત્યુ થઈ રહ્યા છે. નોંધનીય છે કે, આજકાલ લોકો ૪૦ વર્ષની ઉંમરે અનેક ગંભીર બીમારીઓનો શિકાર બની રહ્યા છે. અગાઉ, મોટાભાગના લોકોને ૬૦ વર્ષની ઉંમરે હૃદય રોગનું જાેખમ હતું. તે જ સમયે, મોટાભાગના લોકો ૪૦ વર્ષની ઉંમરે હાર્ટ એટેકનો શિકાર બને છે. પાછલા કેટલાક વર્ષોમાં, ૪૦ વર્ષની વયના કલાકારોથી લઈને સામાન્ય લોકો સુધીના દરેક લોકો હાર્ટ એટેકનો શિકાર બન્યા છે. હૃદય સંબંધિત બિમારીઓને કારણે મોટાભાગના લોકો નાની ઉંમરમાં જ મૃત્યુ પામી રહ્યા છે.
સૌથી આશ્ચર્યની વાત એ છે કે લોકો ૪૦ વર્ષની ઉંમરે હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. ડોકટરો અને આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ભારતમાં હૃદયરોગના હુમલાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. ૨૦ વર્ષની ઉંમરના છોકરાઓ અને ૩૦ વર્ષની મહિલાઓ પણ હાર્ટ એટેકથી મૃત્યુ પામી રહી છે. હૃદયરોગના કારણે અનેક લોકો ઈમરજન્સી વોર્ડમાં દાખલ થઈ રહ્યા છે. યુરોપિયનોની સરખામણીમાં ભારતીયો અકાળે હૃદયરોગના હુમલાથી પીડાય છે. તેની પાછળનું સૌથી મોટું કારણ ખરાબ જીવનશૈલી અને ઊંઘની પેટર્ન માનવામાં આવે છે.SS1MS