પાસ ખરીદીને પહોંચ્યા બાદ પણ ગરબા ન રમાડતા હોબાળો
અમદાવાદ, નવરાત્રિના પર્વને લઈને ઠેર ઠેર ગરબાનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે ભાડજમાં ગરબાના આયોજનમાં ખેલૈયાઓ રઝળી પડ્યા હતા. ગરબા ન રમવામાં આવતા ખેલૈયાઓના રંગમાં ભંગ પડ્યો હતો.
ભાડજમાં મોટા પાયે અનેક જગ્યાએ ગરબાનું આયોજન થતું હોય છે. ત્યારે ગરબા આયોજકે ગરબા માટેના પાસ વેચ્યા હતા અને ખેલૈયાઓએ પૈસા આપીને ગરબા રમવા માટે પાસ ખરીદ્યા હતા.
ત્યારે ગરબા ગ્રાઉન્ડમાં પહોંચતા જ ગરબા ન રમાડવાના હોવાનું સામે આવતા ખેલૈયાઓ નિરાશ થઈ ગયા હતા. SPરિંગ રોડ પર આવેલા સાયન્સ સિટી સર્કલ ભાડજ પાસે 7 સિઝ પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ત્યારે ત્રીજા દિવસે ખેલૈયાઓને ગરબા ન રમાડવામાં આવતા ભારે હોબાળો થયો હતો. પૈસાથી પાસ ખરીદીને ખેલૈયાઓ આયોજન સ્થળે પહોંચ્યા હતા, ત્યારે ગરબા સ્થળે પહોંચીને ખબર પડી કે ગરબા રમાડવાના નથી.
ત્યારે ટિકિટના રૂપિયા વસૂલીને પણ ગરબા ન રમાડવામાં આવતા ખેલૈયાઓ રઝળી પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, અહીં એક દિવસના પાસની કિંમત ૪૯૯ રૂપિયા રાખવામાં આવી છે. ત્યારે આવી મોટી રકમ વસૂલ્યા બાદ પણ ગરબા ન રમાતા ખેલૈયાઓમાં ભારે રોષ જાેવા મળ્યો હતો.SS1MS