બિગ બોસમાં અંકિતાને દર અઠવાડિયે ૧૨ લાખ ફીસ તરીકે મળી રહી છે

મુંબઈ, બિગ બોસ ૧૭માં મન્નારા ચોપરા, મુનવ્વર ફારુકી, ઐશ્વર્યા શર્મા, નીલ ભટ્ટ, નવીદ સોલે, અનુરાગ ડોભાલ, સના રઇસ ખાન, જિગ્ના વોરા, અંકિતા લોખંડે, વિક્કી જૈન, સોનિયા બંસલ, ખાનજાદી, સની આર્ય, રિંકૂ ધવન, અરુણ શેટ્ટી, અભિષેક કુમાર અને ઇશા માલવિયાએ કંટેસ્ટન્ટ્સ તરીકે ભાગ લીધો છે. આ બધા ટીવી, લો, જર્નલિઝમ, સોશિયલ મીડિયા ઇન્ફ્લુંએંસર અને સાઉથ ઇન્ડસ્ટ્રીથી છે.
બિગ બોસ ૧૭’ની સૌથી વધુ ફીસ લેનારા કંટેસ્ટ્ન્ટ્સની જાણકારી સામે આવી છે અને તે કોઇ બીજુ નહીં પરંતુ અંકિતા લોખંડે છે. સુશાંત સિંહ રાજપૂત સાથે ટીવી શો ‘પવિત્ર રિશ્તા’થી પોપ્યુલારિટી મેળવનારી એક્ટ્રેસે પોતાના પતિ વિક્કી જૈન સાથે ઘરમાં એન્ટ્રી લીધી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તે ‘બિગ બોસ ૧૭’માં સૌથી વધુ ફીસ લેનારી કંટેસ્ટન્ટ છે. તે બાદ બીજાે મોંઘો કંટેસ્ટન્ટ સ્ટેન્ડ-અપ કોમેડિયન મુનવ્વર ફારુકી છે.
આ બંનેની ફીસમાં ઘણો ફરક પણ છે. ટેલી ચક્કરના એક રિપોર્ટ અનુસાર, અંકિતા લોખંડેને દર અઠવાડિયે ૧૨ લાખ રૂપિયા ફીસ તરીકે મળી રહી છે. જ્યારે મુનવ્વર ફારુકીની ફીસ તેનાથી ઘણી ઓછી છે. મુનવ્વર ફારૂકી ૭-૮ લાખ રૂપિયાની ફીસ લઇ રહ્યો છે. મુનવ્વરની ઘણી ફેન ફોલોઇંગ છે. તેણે પોતાની સ્ટેન્ડઅપ કોમેડી અને કંગના રનૌતના ‘લોકઅપ’નો વિનર બનીને પોપ્યુલારિટી મેળવી છે.SS1MS