Western Times News

Gujarati News

નિકોલ ખોડલધામ પારિવારિક નવરાત્રી મહોત્સવમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા

નિકોલ અમદાવાદ ખાતે  આયોજિત ખોડલધામ પારિવારિક નવરાત્રી મહોત્સવ ૨૦૨૩માં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિ

નિકોલ અમદાવાદ ખાતે  આયોજિત ખોડલધામ પારિવારિક નવરાત્રી મહોત્સવ ૨૦૨૩માં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આદ્યશક્તિ માં અંબા અને માતા ખોડલના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવરાત્રી મહોત્સવમાં ઉપસ્થિત ગરબા રસિકોને ગરબા રમતા નિહાળ્યા હતા. અને આ સુંદર આયોજન બદલ ખોડલધામ ટ્રસ્ટના તમામ સભ્યોને શુભેચ્છાઓ પાઠવી હતી.

ખોડલધામ નવરાત્રી મહોત્સવમાં સંસદ શ્રી હસમુખભાઈ પટેલ, અસારવાના ધારાસભ્યશ્રી દર્શનાબેન વાઘેલા, ઠક્કરબાપાનગરના ધારાસભ્ય શ્રી કંચનબેન રાદડીયા, વસ્ત્રાલના ધારાસભ્ય શ્રી બાબુભાઈ જાદવ, પૂર્વગ્રહ મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા,  અમદાવાદના મેયર શ્રી પ્રતિભાબેન જૈન, ખોડલધામ ટ્રસ્ટી શ્રી ધ્રુવ તોગડિયા તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.