મોડાસાના વેપારીએ ઉદેપુરની હોટલમાં પરિવાર સાથે ઝેરી દવા ગટગટાવી કર્યો આત્મહત્યાનો પ્રયાસ
મોડાસા શહેરમાં મંડપ અને ડેકોરેશનના ધંધા સાથે સંકળાયેલા વેપારીએ પરિવારે શ્રીનાથજી દર્શન કર્યા પછી ઉદેપુર હોટલમાં પરિવાર સાથે ઝેરી દવા ગટગટાવી લઈ સામુહિક આત્મહત્યાના પ્રયાસમાં પતિ-પત્નીનું હોટલમાં મોત નિપજતા અને પુત્ર-પુત્રી ના શરીરમાં દવાની વ્યાપક પ્રમાણમાં અસર થતા બંને બાળકોને હોટલ માલિકે સારવાર અર્થે ઉદેપુરની જનરલ હોસ્પિટલમાં ખસેડાતા બંને બાળકોની સ્થિતિ નાજુક હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી ઉદેપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હોટલનો રૂમ સીલ કરી સામુહિક આત્મહત્યાનું કારણ જાણવા એફ એસ એલની ટીમ ઘટનાસ્થળે બોલવી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે
મોડાસા શહેરના નામાંકિત વેપારી નૈનેશ હસમુખ લાલ શાહ અને તેમની પત્ની દામિની બહેન શાહ અને નંદ (પુત્ર) અને વિધિ (પુત્રી) એ ઉદેપુરની હર્ષ પેલેસમાં બુધવારે બપોરે સામુહિક આત્મહત્યાના પ્રયાસમાં પતિ-પત્નીનું મોત નિપજતા ભારે ચકચાર મચી છે વેપારીના પરિવારજનો અને મોડાસાના મંડપ ડેકોરેશનના ધંધા સાથે સંકળાયેલા લોકો ઉદેપુર જવા નીકળી ગયા છે
પ્રાપ્ત માહિતી મુજબ મોડાસાની ખડાયતા સોસાયટીમાં રહેતા નૈનેશ શાહ તેમના પરિવાર સાથે મંગળવારે શ્રીનાથજી દર્શન કરવા એસટી બસમાં નીકળ્યા હતા બુધવારે બપોરે ઉદેપુરમાં આવેલી હર્ષ પેલેસ હોટલમાં રોકાયાના થોડાક જ સમયમાં તેમની પુત્રી હોટલની રૂમ માંથી હોસ્પિટલ…. હોસ્પિટલ બચાવો……બચાવો ની બૂમો પાડતી બહાર દોડી આવતા હોટલ માલિક અને સ્ટાફ રૂમમાં દોડી પહોંચ્યો હતો રૂમનું દ્રશ્ય જોતા જ આવાક બન્યો હતો
જંતુનાશક દવાની બોટલ પડેલી અને પતિ-પત્ની ના મૃતદેહ પલંગ પર પડેલા જોતા અને પુત્ર નંદ તડાફડીયા મારતા હોટલ માલિકને પરિવારે સામુહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ખબર પડતા પોલીસને જાણ કરી બંને બાળકોને તાબડતોડ ઉદેપુર જનરલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા બંને બાળકો પણ ગંભીર હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
ઉદેપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી બંને મૃતક પતિ-પત્નીના મૃતદેહને પીએમ માટે ખસેડવા તજવીજ હાથધરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી ઉદેપુર પોલીસનું માનવું છે કે પુત્ર-પુત્રીને ઝેરી દવા પીવડાવ્યા પછી દંપતીએ આત્મહત્યા કરી લીધી હશે તેવું માની રહી છે અને આત્મહત્યા નું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.