ધનસુરા પ્રાથમિક શાળા નંબર-૨ના તાળા તૂટ્યા
ધનસુરા ની પ્રાથમિક શાળા નંબર- ૨ માં ૧૧-૧૨-૨૦૧૯ ના રોજ રાત્રે અજાણ્યા શખ્સો ધ્વારા શાળા ને ટાર્ગેટ બનાવી ઓફિસનું તાળું તોડી તિજોરી માં રહેલા અગત્ય ના દફ્તર બહાર કાઢી નુકશાન પહોંચાડ્યું હતું.તેમજ બાજુના રૂમ નું તાળું તોડી ફર્નિચર તેમજ શાળાના સાહિત્ય ને પણ નુકશાન પહોંચાડ્યું હતું.અને શાળા ના અગત્યના દસ્તાવેજો અને જરુરી વસ્તુઓ હોય એવી તિજોરીઓ પણ તોડી હતી.
આ અગાઉ પણ આ શાળા ને ટાર્ગેટ બનાવી તાંબા-પિત્તળ ના વાસણો ચોરી ગયેલ છે.આમ અજાણ્યા શખ્સો ધ્વારા વારંવાર શાળાને ટાર્ગેટ બનાવી શાળા ની અગત્યની વસ્તુઓ ની ચોરી કરેલ છે.ધનસુરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. વારંવાર થતા આવા બનાવો ને લઈ પોલીસ ધ્વારા પેટ્રોલિંગ વધારવામાં આવે તેમ ગ્રામજનો એ માગણી કરી હતી.