Western Times News

Gujarati News

ડાયમંડ બુર્સની ૯૮૩ જેટલી ઓફિસમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ કુંભ સ્થાપન દશેરાએ

વડાપ્રધાન દ્વારા દશેરાના દિવસે ડાયમંડ બુર્સનું કરાશે ઉદ્‌ઘાટન

સુરત, આગામી ૧૭ ડિસેમ્બરના રોજ સુરતના ખજાેદ સ્થિત સુરત ડાયમંડ બુર્સનું વિધિવત રીતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્‌ઘાટન થવા જઈ રહ્યું છે. આ ઉદ્‌ઘાટન વિધિ પહેલા દશેરાના પર્વ પર પાંચ હજારથી વધુ લોકોની ઉપસ્થિતિમાં સુરત ડાયમંડ બુર્સની ૯૮૩ જેટલી ઓફિસમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ કુંભ સ્થાપન કરવામાં આવશે.

જે દિવસ સુરત ડાયમંડ બુર્સ માટે એક ઐતિહાસિક દિવસ તરીકે બની રહેશે. આ અંગે સુરત ડાયમંડ બુર્સ કમિટીના સભ્યોની પત્રકાર પરિષદ મળી હતી. જેમાં આગામી કાર્યક્રમોની રૂપરેખાની માહિતી આપવામાં આવી હતી. દેશ અને દુનિયામાં ખ્યાતિ પ્રાપ્ત કરનારા સુરત ડાયમંડ બુર્સ આગામી દિવસોમાં પુરજાેશમાં ધમધમતું થવા જઈ રહ્યું છે.

મુંબઈ સહિતના હીરા ઉદ્યોગકારો પણ સુરત ડાયમંડ બુર્સમાં આગામી સમયમાં ઓફીસ શરૂ કરે તેવી શકયતા રહેલી છે. સુરત ડાયમંડ બુર્સનું મોટાભાગનું કામ હાલ પૂર્ણ થઈ ચૂક્યું છે. જેને વિધિવત રીતે ધમધમતું કરવા કમિટીના સભ્યો પ્રયાસ કરી રહ્યા છે.

સુરત ડાયમંડ બુર્સનું ઉદ્‌ઘાટન પ્રધાનમંત્રીના હસ્તે થાય તે માટે કમિટીના સભ્યો દ્વારા અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત કરવામાં આવી હતી. ૧૭મી ડિસેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરત ડાયમંડ બુર્સનું ઉદ્‌ઘાટન કરવાના છે તે પહેલાં બુર્સમાં આવેલી ૯૮૩ ઓફિસોમાં કુંભ સ્થાપન ની તૈયારી કમિટી દ્વારા કરવામાં આવી છે.

સુરત ડાયમંડ બુર્સ ખાતે કમિટીના સભ્યોની મળેલી પત્રકાર પરિષદમાં આ અંગેની જાહેરાત કરવામાં આવી છે. જેમાં દશેરા પર્વ પર સુરત ડાયમંડ બુર્સની ૯૮૩ જેટલી ઓફિસમાં શાસ્ત્રોકત વિધિ મુજબ કુંભ સ્થાપનની વિધિ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.