પેરા એશિયન ગેમ્સમાં ભારતની શાનદાર શરૂઆત
હાંગઝોઉ, ચીનના હાંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સ ૨૦૨૩ શરૂ થઈ ગઈ છે. આ સાથે પેરા ગેમ્સમાં પણ ભારતનો દબદબો શરૂ થઈ ગયો છે. આ મેગા ઈવેન્ટમાં કુલ ૩૦૯ ભારતીય ખેલાડીઓએ ભાગ લીધો છે, જેમાંથી ૧૯૬ પુરૂષો અને ૧૧૩ મહિલા છે. એશિયન પેરા ગેમ્સમાં પુરૂષોની ઊંચી કૂદમાં ભારતે અજાયબીઓ કરી હતી.
આ ઈવેન્ટમાં ભારતે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ એમ ત્રણેય મેડલ જીત્યા હતા. શૈલેષ કુમારે ગોલ્ડ, મરિયપ્પન થાંગાવેલુએ સિલ્વર અને રામ સિંહ પઢિયારે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. કુમારે એશિયન પેરા ગેમ્સનો ૧.૮૨ મીટરનો રેકોર્ડ બનાવ્યો અને પુરુષોની ઊંચી કૂદ ્૬૩ ગોલ્ડ જીત્યો જ્યારે દેશબંધુ મરિયપ્પન થાંગાવેલુ (૧.૮૦ મીટર) અને ગોવિંદભાઈ રામસિંગભાઈ પઢિયારે (૧.૭૮ મીટર) અનુક્રમે સિલ્વર અને બ્રોન્ઝ જીત્યો.
જાેકે, આ ઈવેન્ટમાં ત્રણેય ભારતીયો એકમાત્ર સ્પર્ધક હતા. પુરુષોની ક્લબ થ્રો હ્લ૫૧ ઇવેન્ટમાં, સૂરમાએ એશિયન પેરા ગેમ્સનો ૩૦.૦૧ મીટરનો રેકોર્ડ પણ બનાવ્યો અને ગોલ્ડ જીત્યો જ્યારે ધરમબીર (૨૮.૭૬ મીટર) અને અમિત કુમાર (૨૬.૯૩ મીટર) અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને રહ્યા.
ઈવેન્ટમાં માત્ર ચાર સ્પર્ધકો હતા જેમાં સાઉદી અરેબિયાની રાધી અલી અલહાર્થી ૨૩.૭૭ મીટરના થ્રો સાથે છેલ્લા સ્થાને રહી હતી. મોનુ ઘંગાસે પુરૂષોના શોટ પુટ હ્લ૧૧ ઈવેન્ટમાં ૧૨.૩૩ મીટરના પ્રયાસ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મહિલા નાવડી ફન્૨ ઇવેન્ટમાં, પ્રાચી યાદવે ૧ઃ૦૩.૧૪૭ના સમય સાથે સિલ્વર જીત્યો.SS1MS