“મારી દિકરી મારી પહેલી પ્રાથમિક્તા છે”: માનસી જોશી રોય

1. કુટુંબ વ્યવસ્થા શેના પર નિર્ભર છે?
– હું માનું છું કે, મજબૂત અને સ્વસ્થ્ય કુટુંબ હોવું એ પ્રેમ અને કરુણા રાખીને સાથે જીવવા જેવું છે. વિશ્વાસ, સમજણ અને એકબીજાના દ્રષ્ટિકોણથી જોવાની ક્ષમતા એ જ ખુશાલ પરિવારનું મુખ્ય કારણ છે. વ્યક્તિગત રીતે હું મારા પરિવારથી અત્યંત નજીક છું અને અમે બધા એકબીજાનો આદર તથા કાળજી રાખીએ છીએ. “My daughter is my top priority” says Kyunki… Saas Maa Bahu Beti Hoti Hai’s Manasi Joshi Roy
2. તમે પરિવારના ક્યા સભ્યથી સૌથી વધુ નજીક છો? તે વ્યક્તિની કઈ વાત તમને સૌથી વધુ ગમે છે? તે વ્યક્તિ સાથેની તમારી હૃદયસ્પર્શી ક્ષણ કઈ છે?
– સાચુ કહીએ તો, હું મારા પરિવારના તમામ સભ્યોને સમાન રીતે જોઉં છું, પણ મારી દિકરી મારા માટે ખાસ છે. જ્યારે મારા જીવનની વાત આવે ત્યારે તે હંમેશા મારી પ્રાથમિક્તા છે. મારા પતિ રોહિત કરતા પણ તે મારા માટે વધુ છે. જ્યારે પરિવારની વા આવે તો, મારો જન્મ એક પરિવારમાં થયો છે તો મારા માતા-પિતાને હું ખૂબ જ ચાહું છું, તે મારા ભાઈ અને ભાભીની સૌથી મોટી સપોર્ટ સિસ્ટમ છે. ટૂંકમાં કહું તો, મારા પરિવારમાં દરેક લોકો મને ગમે છે.
3. તમારા પરિવારનું સૌથી મહત્વનું ફિચર શું છે?
– મને લાગે છે કે, અમારા પરિવારનું સૌથી મહત્વનું ફિચર છે, પૂરા દિલથી કબીજાને પ્રેમ કરવો., આપણે બધા જ જાણીએ છીએ કે, કોઈપણ પરિસ્થિતિમાં અમે એકબીજાની સાથે ઉભા રહીશું, પછી તે દિવસ હોય કે, રાત. અમે જેવા છીએ એ જ રીતે એકબીજાને સ્વિકારીએ છીએ, બીનશરતી, મારી દ્રષ્ટિએ દરેક પરિવારમાં તે ખૂબ જ મહત્વનું છે.
4. જ્યારે બધા સાથે મળે ત્યારે તમે શું કરો છો? તમે ગેટ ટુ ગેધરમાં શું કરો છો?
– અમને એકબીજાની સાથે ભોજન વહેંચવું, જીવન વિશે ચર્ચા કરવી, હસવું બધું જ ગમે છે અને સરળતાથી કહું તો, એકબીજાની સાથે રહેવું ગમે છે. જ્યારે કિયાર, રોહિત અને મારી વાત હોય તો અમને સાથે રહીને નાની-નાની વાતોમાં મજા આવે છે, જેમકે, સાથે જમવા જવું, મૂવી જોવું અને વેકેશન માટે સમય કાઢવો. અમારા માટે કોઈને કોઈ રીતે એકબીજાની સાથે સમય વિતાવવો મહત્વનો છે.
5. કઈ ઘટનાથી તમને પરિવારનું મહત્વ સમજાયું?
– હું મારા બંને મારી પોતાની અને મારા સાથી રોહિતના અદ્દભુત પરિવારની આભારી છું. એવી ઘણી ક્ષણો આવી છે, જ્યાં અમે એકબીજાની સાથે ઉભા રહ્યા છીએ, તો પરિવારનું મહત્વ સમજાય તેવી કોઈ એક ક્ષણને યાદ કરવી તો મુશ્કેલ છે. મારું પરિવાર જ મારું ઘર છે.
6. તમારા સંબંધને સુધારવા માટે તમે શું કરો છો?
– એક સંબંધને મજબૂત કરવા માટે તેમના જીવનના મુશ્કેલ તબક્કામાં સાથે રહેવું જરૂરી છે, પછી તે પરિવાર હોય કે મિત્ર હોય. તમારે ફક્ત એની સાથે ઉભા રહેવું જોઈએ અને એક એવી વ્યક્તિ તરીકે સાથે રહેવું જોઈએ કે, તેના પર જીવનની કોઈપણ પરિસ્થિતિમાં આધાર રાખી શકાય. મારા શો, ક્યુંકી… સાસ મા બહુ બેટી હોતી હૈંમાં પણ અમે પરિવાર માટે હાજર રહેવું જરૂરી છે એ દર્શાવીએ છીએ અને તેમને સપોર્ટ આપીએ છીએ, તેનાથી એકબીજાની સાથે મજબૂત સંબંધ બંધાય છે.
7. કૌટુંબિક સંબંધને મજબૂત બનાવવાની પાંચ ટીપ્સ આપશો.
– હું માનું છું કે, તમારા ચહિતા લોકો પ્રત્યે તમારો પ્રેમ અને કાળજી વ્યક્ત કરવી તથા તેમની સાથે સારો સમય વિતાવવો જરૂરી છે અને સારા કે ખરાબ સમયમાં તેમના સહયોગી બનો. આ ઉપરાંત પરિવારના લોકો જેવા છે, તેવા સ્વિકારવા પણ જરૂરી છે. પરિવારને એકજૂટ રાખવા માટેના શ્રેષ્ઠ પ્રયત્ન છે કે, તમે એકબીજાની સાથે જોડાયેલા રહો અને એકબીજાને શક્ય એટલા મળતા રહો. આપણે પરિવારના કોઈપણ સભ્યને હળવાશથી લેવા જોઈએ નહીં અને તેમને દિલથી પ્રેમ કરો.