હોમગાર્ડના જવાને સાંસ્કૃતિક કાર્યકમમાં ગૌરવવંતુ સ્થાન મેળવીને અરવલ્લી જિલ્લાનું ગૌરવ વધાર્યું
રાજ્ય લીડરશિપ કેમ્પમાં હોમગાર્ડના ધનસુરા યુનિટના જવાન મહેન્દ્રભાઈ સોમાભાઈ એ સાંસ્કૃતિક કાર્યકમમાં ગૌરવવંતુ સ્થાન મેળવીને અરવલ્લી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
મહેસાણા જિલ્લામાં સુંઢીયામાં યોજાયેલા રાજ્યના લીડર શિપ કેમ્પમાં દરેક જિલ્લામાં થી હોમગાર્ડ જવાનોએ ભાગ લીધો હતો જેમાં ધનસુરા યુનિટમાં થી મહેન્દ્રભાઈ સોમાભાઈ એ સાંસ્કૃતિક કાર્યક્રમ માં ભાગ લઈ પ્રથમ નંબરે ઉતીર્ણ થઈ અરવલ્લી જિલ્લા નું તેમજ ધનસુરા યુનિટ નું નામ રોશન કરેલ છે. (તસ્વીરઃ- કૌશિક પટેલ, મોડાસા)