રોહિત સુચાંતિએ ભાગ્ય લક્ષ્મીમાં એક સિકવન્સ માટે એક સાહસિક સ્ટંટ પફોર્મ કર્યો

છેલ્લા બે વર્ષથી ઝી ટીવીનો શો ભાગ્ય લક્ષ્મીએ તેની વાર્તા અને લક્ષ્મી (ઐશ્વર્યા ખરે) અને રિષિ (રોહિત સુચાંતિ)ના જીવનમાં આવતા વણાંકોથી દર્શકોને જકડી રાખ્યા છે. આ શોએ ઘણા વિશ્વનિય ચાહકો મેળવ્યા છે અને #RishMi ઘર-ઘરમાં જાણિતું નામ બન્યા છે.Rohit Suchanti performs a daredevil stunt for a sequence in Bhagya Lakshmi
તાજેતરના એપિસોડમાં દર્શકોએ જોયું કે, રિષી અને લક્ષ્મીએ તેમના જીવનમાં અગણિત મુશ્કેલી છતા પણ લગ્ન કર્યા. નવા જીવનના આ પ્રવાસમાં એક ખુશાલ જોડી તરીકે આગળ વધી રહ્યા છે, ત્યારે મલિષ્કા (માઇરા મિશ્રા) કારને ટ્રક સાથે અથડાવીને તેમને ખડકથી નીચે ફેંકીને તેમના જીવને જોખમમાં મૂકે છે. આ ખાસ સિકવન્સના શૂટિંગ દરમિયાન રોહિત સુચાંતિએ આ આઉટડોર શૂટિંગ દરમિયાન પોતાની જાતને ઇજા કરી દીધી છે.
અભિનય એ એક એવું પ્રોફેશન છે, જેના માટે કલાકારોએ સતત તેમની સરળતામાંથી બહાર નિકળવું પડે છે અને તેમની કારકીર્દીમાં શિખવા અને વિકસવા માટે સતત નવા પડકારોનો સામનો કરવો પડ્યો છે. આવું જ એક ઉદાહરણ છે, જ્યારે રોહિતને શોના આગામી સિકવન્સ માટે ખડક પર લટકવું પડ્યું હતું.
ચિંતિત અને ડરેલો હોવા છતા પણ, તેને સ્ટંટ જાતે નક્કી કરવાનો પડકાર સ્વિકાર્યો હતો. ટીમએ સાવચેતીના બધા જ પગલા લીધેલા હોવા છતા પણ એક શોટ દરમિયાન જ્યારે તેને નાના આંચકાને સહન કરવો પડ્યો ત્યારે તેને થોડી ઇજા થઈ હતી. જો કે, તે અટક્યો નહીં અને કોઈપણ ફરિયાદ વગર સ્ટંટ પૂરો કર્યો.
રોહિત કહે છે, “જ્યારથી મેં રિષીનું પાત્ર કરવાની શરૂ કરી છે, ત્યારથી જ મેં વિવિધ રીતે મારું શ્રેષ્ઠ આપવા પ્રયત્ન કર્યો છે, પછી તે રડવાના સીન હોય કે, ઘણી વખત ગુંડાઓ સાથે લડવાની વાત હોય. પણ ટેલિવિઝન શોમાં બહું ઓછી વખત મને સ્ટંટ પફોર્મ કરવા મળે છે, તો જ્યારે પણ મને કહેવામાં આવ્યું કે, મારે આ સ્ટંટ કરવાનો છે, તો હું ખૂબ જ ઉછળી ગયો.
આ સિકવન્સ યોગ્ય સમયે આવ્યું છે, તો મને આશા છે કે, હું કંઈક નવો પ્રયત્ન કરીશ. અત્યંત ગરમીમાં ખડકની ધારે લટકવું મારા માટે ખૂબ જ પડકારજનક હતું, પણ તે શોટ પૂરો કરીને હું ખૂબ જ ખુશ છું. સલામતીના દરેક પગલા લેવા છતા પણ મને એક મોટા વૃક્ષ અને તેની શાખાઓને લીધે મારા ચહેરા પર થોડી ઇજા થઈ છે. પણ તેનાથી મને જે કરવું છે તે કરતા હું અટકીશ નહીં.”
રોહિતએ આ દિલધડક સ્ટંટ કર્યો છે, ત્યારે આગામી એપિસોડમાં દર્શકો પણ કેટલુંક મોટું નાટક જોશે, કેમકે મલિષ્કાએ રિષી અને લક્ષ્મીની કારને પલટી મારવા પછીનું નાટક જોયું છે, શું તે આ અકસ્માતથી બચી શકશે? કે મલિષ્કા રિષી અને લક્ષ્મીને મારવામાં સફળ થશે?