પેરા એશિયન ગેમ્સ: દીપ્તિએ જીત્યો ગોલ્ડ- ભારતની દીકરીઓનો ફરી એક વખત દબદબો
નવી દિલ્હી, દીપ્તિ જીવનજીએ મહિલાઓની 400m-T20માં ભારત માટે વધુ એક ગોલ્ડ જીત્યો છે. તેણે ૫૬.૬૯ના ધમાકેદાર સમય સાથે નવો એશિયન પેરા રેકોર્ડ અને ગેમ્સ રેકોર્ડ બનાવ્યો છે. પેરા એશિયન ગેમ્સ ૨૦૨૩માં ભારતની મેડલ ટેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. સ્પર્ધાના બીજા દિવસે ૨૪ ઓક્ટોબરે પ્રાચી યાદવે ગોલ્ડ મેડલ સાથે ભારતનું ખાતું ખોલાવ્યું હતું.
એટલું જ નહીં તેના પતિ મનીષ કૌરવે પણ દેશ માટે મેડલ જીત્યો હતો. પ્રાચી યાદવે હાંગઝોઉમાં મહિલા પેરા કેનો KL2 ઈવેન્ટ જીતીને ભારતને સુવર્ણ શરૂઆત અપાવી હતી. પ્રાચીના પતિ મનીષ કૌરવે પુરુષોની પેરા કેનોઈ KL2 ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતે પહેલા જ દિવસે પોતાના પ્રદર્શનથી બતાવી દીધું કે તેઓ કોઈથી ઓછા નથી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય પેરા એથ્લેટ્સના પ્રદર્શનની પ્રશંસા કરી હતી. તેણે ટિ્વટ કરીને તમામ મેડલ વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા. અપેક્ષા મુજબ, ભારતે ટ્રેક અને ફિલ્ડ ઇવેન્ટમાં સૌથી વધુ ૧૧ મેડલ જીત્યા. જેમાં પાંચ ગોલ્ડ મેડલનો પણ સમાવેશ થાય છે. આ પહેલા દિવસે પ્રણવ સુરમાએ મેન્સ ક્લબ થ્રો હ્લ૫૧ ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો.
આ ઈવેન્ટમાં ભારતીય ખેલાડીઓએ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ પણ જીત્યા હતા. આ વખતે એશિયન પેરા ગેમ્સમાં ૨૨ રમતોમાં કુલ ૫૬૬ ગોલ્ડ મેડલ દાવ પર છે. આ હાંસલ કરવા માટે, ૪૩ દેશોના લગભગ ૪૦૦૦ પેરા એથ્લેટ્સ આ ગેમ્સમાં ભાગ લઈ રહ્યા છે. ભારતે આ ગેમ્સ માટે ૩૧૩ ખેલાડીઓની ટુકડી પણ મોકલી છે, જે એશિયન પેરા ગેમ્સમાં અત્યાર સુધીની સૌથી મોટી ટુકડી છે.
ભારતીય ખેલાડીઓ ૨૨માંથી ૧૭ રમતોમાં ભાગ લઈ રહ્યા છે. આ વખતે ભારતે રોઈંગ, કેનોઈંગ, લૉન બોલ, તાઈકવાન્ડો અને બ્લાઈન્ડ ફૂટબોલ જેવી ઈવેન્ટ્સમાં પણ પોતાના પેરા એથ્લેટ્સને મેદાનમાં ઉતાર્યા છે. પેરા એશિયન ગેમ્સ ૨૨ થી ૨૮ ઓક્ટોબર દરમિયાન રમાશે. તમને જણાવી દઈએ કે એશિયન પેરા ગેમ્સની આ ચોથી આવૃત્તિ છે.
૨૦૧૦માં ચીનના ગુઆંગઝૂમાં પ્રથમ વખત આ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પછી, ૨૦૧૪ માં દક્ષિણ કોરિયાના ઇંચોન અને ૨૦૧૮ માં પાલેમ્બાંગ, જકાર્તામાં તેનું આયોજન કરવામાં આવ્યું હતું. ચોથી પેરા એશિયન ગેમ્સ સત્તાવાર રીતે ૯ થી ૧૫ ઓક્ટોબર ૨૦૨૨ દરમિયાન યોજાવાની હતી, પરંતુ ગયા વર્ષે ચીનમાં કોવિડ -૧૯ ચેપના ફરીથી ફેલાવાને કારણે તેને મુલતવી રાખવો પડ્યો હતો.SS1MS