Western Times News

Gujarati News

અંબાજી ખાતે માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવતાં મંત્રી બલવંતસિંહ રાજપુત

પાલનપુર, બનાસકાંઠા જિલ્લા પ્રભારી મંત્રી અને રાજયના ઉદ્યોગ, શ્રમ અને રોજગાર વિભાગના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે શક્તિપીઠ અંબાજી ખાતે શીશ નમાવી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા તેમજ રાજયની સુખ, શાંતિ, સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.

પવિત્ર આસો માસની શરદીય નવરાત્રી ચાલી રહી છે ત્યારે કરોડો લોકોના આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્રસમાં યાત્રાધામ અંબાજીમાં નવરાત્રીમાં દર્શનનો વિશેષ મહિમા રહેલો છે. નવરાત્રીના સાતમા નોરતે કેબિનેટ મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપુતે પોતાના ધર્મપત્ની સાથે માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી તેમજ યજ્ઞમાં આહુતિ આપી ધાર્મ્ક અનુષ્ઠાનનો લ્હાવો લીધો હતો.

અંબાજી ખાતે દર્શન માટે પધારેલા મંત્રી બલવંતસિંહ રાજપુતે જણાવ્યું કે, વાયબ્રન્ટ ગુજરાત- વાયબ્રન્ટ બનાસકાંઠા’ અંતર્ગત જિલ્લાની મુલાકાતે આવવાનું થયું છે ત્યારે સ્વચ્છતા કામગીરીનું અનેક સ્થળે નિરીક્ષણ કર્યું છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વચ્છતા અભિયાનને બે મહિના સુધી લંબાવી સ્વચ્છતા સારી રીતે જળવાય એવી વ્ય્વસ્થા કરાઈ છે ત્યારે સાતમા નોરતે લોકોને માં અંબાના પવિત્રધામથી સ્વચ્છતા રાખવા અપીલ કરું છું એમ જણાવી સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવા અનુરોધ કર્યો હતો.

પવિત્ર યાત્રાધામ બહુચરાજી મંદિરે બહુચર માઁ ના પરિવાર સાથે શ્રદ્ધાપૂર્વક દર્શન

નવરાત્રીના પાવન પર્વે દુર્ગાઅષ્ટમીના મંગલમય દિવસે આસ્થા, ભક્તિ અને શક્તિનું કેન્દ્ર એવા સુપ્રસિદ્ધ તેમજ પ્રાચીન અને પવિત્ર યાત્રાધામ બહુચરાજી મંદિરે બહુચર માઁ ના પરિવાર સાથે શ્રદ્ધાપૂર્વક દર્શન કરી ઉપરાંત મંદિર માં આઠમ ના યજ્ઞ માં સહભાગી થઈ ધન્યતા અનુભવી. બહુચર માતા આપ સર્વેની દરેક મનોકામના પરિપૂર્ણ કરે તેવી “માઁ”ના શ્રીચરણોમાં હ્રદયપૂર્વકની પ્રાર્થના કરી હતી.

બેચરાજી વિસ્તાર વિકાસ સત્તામંડળની રચવાનો મુખ્યમંત્રી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય ને બેચરાજીના જનતા દ્વારા વધાવી લીધું છે, જેનાથી બેચરાજી વિકાસના નવા દ્વાર ખુલશે. આ પ્રસંગે ધારાસભ્યશ્રી સુખાજી ઠાકોર, તાલુકા પંચાયત પ્રમુખ – ગીરીશ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ – દેવાંગ પંડ્યા (શંભુ ભાઈ) સહિત બેચરાજી શહેર અને તાલુકા અગ્રણીઓ અધિકારીઓ પદાધિકારીઓ પ્રબુદ્ધ નાગરિકો તેમ જ મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.