અમદાવાદમાં “મિશન વાસ્તુ” પર સેમીનાર યોજાયો
અમદાવાદ, અમદાવાદ શહેરમાં મિશન વાસ્તુશાસ્ત્ર આધારિત એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં વાસ્તુશાસ્ત્રના અભ્યાસુ નિષ્ણાત અગ્રણીઓ જાેડાયા હતા. જેમાં ડો. રવિ રાવ, , અમરીશ મેહતા, મહેશ જ્ઞાની, કનુભાઈ પુરોહિત, રમણ પટેલ, ત્રિશલા શેઠ, ધીરેન શાહ, ડો. રવિ સિંઘવી, ધર્મેશ આચાર્ય ,
રવિન્દ્ર ભાવસાર, ડો. ભદ્રેશ પ્રજાપતિ, સંજીવ પંચાલ, મહેશ બારોટ, સુદીપ મેહતા, ઉપેન્દ્ર ભદોરિયા, ભાવિન ગોહિલ, સુષ્મા જાેગી, ભરત જાેશી, ભુપેન્દ્ર કાશવાલા, અજય માકન, હર્ષિલ શાહ, સુભાષ ધોળકિયા, દિગનેશ રાવલ, નેહા શાહ, આશિષ મજુમદાર, ચેતન પંચાલ, વિશાલ બારડીયા, વિશાખા શારદા, ગરિમા પાઠક, ચિંતલ શાહ,
પ્રવિણચંદ્ર વ્યાસ, ભરતસિંહ, દિનેશ પંચાલ, રાહુલ પરીખ, હિતેશ ગજ્જર, દીપા માહેશ્વરી, સુકેતુ ત્રેતિયા, મનીષ દોશી, મનીષ સિદ્ધપુરા, ભાર્ગવ અથર્યું, મનોજ મેવા, રાકેશ દ્વિવેદી, જગદીશ સુથાર વગેરેનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમનું સંચાલન ડો. રવિ સિંઘવી દ્વારા કરવામાં આવ્યું હતું.
ડો. રવિ સિંઘવીએ જણાવ્યું હતું કે, “વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્ર એ એક જ સિક્કાની બે બાજુ છે. જે વ્યક્તિની જન્મકુંડળી હોય છે એ જ એનું જન્મનું વાસ્તુ પણ હોય છે. તે જ તેના જન્મની દિશા નિર્ધારિત કરે છે. કોઈપણ વ્યક્તિ વાસ્તુ બદલીને પોતાનું નસીબ ૩૦ ટકા સુધી સુધારી શકે છે.
તેલંગાણામાં મુખ્યમંત્રી કે. સી. આર. એ સરકારમાં જ વાસ્તુ માટેનો ડિપાર્ટમેન્ટ ગઠિત કર્યો છે. એમના વાસ્તુ સલાહકારને મિનિસ્ટરના સમકક્ષ પદ આપ્યું છે. ઇન્ડિયાનું નામ ભારત કરવાની વાત ચાલે છે તે ભારતને વિશ્વગુરુ બનાવવા માટેનો પ્રથમ પગલું છે. સરકાર માન્યતા આપે અને ડગલાં લે તો બહારત્ન ૫ લાખ બંધ પડેલા ઈન્ડિસ્ટ્રીઅલ અને બિઝનેસ સિક યુનિટ્સની કાયાપલટ થઈ શકે છે અને તે બધા નફાકારકતાની સ્થિતિમાં આવી શકે છે.